- NIA દ્વારા ISIS નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો
- 4 રાજ્યોના જુદા જુદા 19 સ્થળોએ NIAના દરોડા
- એક સ્થળેથી IED બ્લાસ્ટનું ષડયંત્ર પણ નિષ્ફળ બનાવ્યું
ISIS નેટવર્ક કેસમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ સોમવારે સવારે 4 રાજ્યોના જુદા જુદા 19 સ્થળોએ દરોડા પાડયા હતા. 19 સ્થળોમાં કર્ણાટકના 11, ઝારખંડના 4, મહારાષ્ટ્રના 3 સ્થળો અને દિલ્હીના એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. NIA દ્વારા જુદા જુદા સ્થળોએથી ISISના 8 આતંકીઓની ધરપકડ કરી છે. NIAએ એક સ્થળેથી IED બ્લાસ્ટનું ષડયંત્ર પણ નિષ્ફળ બનાવ્યું છે.
ગત સપ્તાહે NIAએ મહારાષ્ટ્રના 43 સ્થળોએ દરોડા પાડયા હતા અને 15 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલ એક શખ્સ ISIS મોડ્યુલનો લીડર હતો. તે મોડયુલમાં નવા લોકોની ભરતી કરવાનું કામ કરતો હતો. તેનું નામ સાકિબ નચાન હોવાનું કહેવાઈ રહ્યું છે.
4 રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા દરમિયાન NIAની ટીમને મોટી સંખ્યામાં રોકડ રકમ, હથિયાર, શાર્પનલ, તીક્ષ્ણ હથિયાર, સંવેદનશીલ દસ્તાવેજ અને અનેક ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે.


