- મહારાષ્ટ્રમાં 43 સ્થળોએ NIAના દરોડા
- થાણેમાં 40 સ્થળોએ NIAના દરોડા
- પૂણેમાં 2 અને થાણે રુરલમાં 31 સ્થળોએ દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ દરોડા થાણેના ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહ્યા છે.
ISIS ભારતમાં નેટવર્ક ફેલાવી રહ્યું છે
દરોડા દરમિયાન, NIAએ આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAની તપાસમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો ખુલાસો થયો છે. આ નેટવર્કે ISIS ના સ્વ-ઘોષિત ખલીફા (નેતા) પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના ઓપરેટિવ્સ દ્વારા ભારતીય ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો છે.
ક્યાં પાડ્યા દરોડા ?
- કર્ણાટકમાં 1 સ્થળે દરોડા
- પુણેમાં 2 સ્થળે દરોડા
- થાણે રૂરલમાં 31 સ્થળે દરોડા
- થાણે સીટીમાં 9 સ્થળે દરોડા
- ભાયંદરમાં 1 સ્થળે દરોડા


