- નાઈઝીરિયામાં દેશની કથળતી અર્થવ્યવસ્થાના વિરોધમાં જનતાનું પ્રદર્શન
- પોલીસે પ્રદર્શન કચડી નાખવા ફાયરિંગ અને ટીયર ગૅસના શેલ છોડવા પડયા
- વિરોધ કરતા લોકો સામે કાર્યવાહીમાં બે લોકોનાં મોત થયા
નાઈઝીરિયા દેશમાં સ્થિતિ સાવ કથળી ગઈ છે. આર્થિક મોરચે આ દેશની સ્થિતિ એવી ગંભીર છે કે ના પૂછો વાત. સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે જનતા માર્ગો પર વિરોધ કરવા મજબૂર બન્યા છે. આ દરમ્યાન નાઈઝીરિયામાં આર્થિક સંકટ વિરુદ્ધ માર્ગો પર ઉતરેલા હજારો વિરોધ પ્રદર્શનકારીઓને હટાવવા માટે બળપ્રયોગ કરતા પોલીસે ગોળીઓ ચલાવવી પડી અને ટીયર ગૅસના શેલ છોડયા હતા. જો કે પોલીસ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં બે લોકોનાં મોત થઈ ગયા હતા.
સુરક્ષાદળો સાથે ઝપાઝપી
મળતી માહિતી અનુસાર, નાઈઝીરિયામાં વિરોધ પ્રદર્શન કચડી નાખવાના પ્રયાસમાં થયેલી કાર્યવાહીમાં બે લોકોનાં મોત થયા છે. જ્યાં પ્રદર્શનકારીઓ એક રસ્તા પર ચક્કાજામ કરી સુરક્ષાદળો સાથે ઝપાઝપી થઈ. જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. પ્રદર્શનકારીઓ દેશમાં વધતા આર્થિક સંકટને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા જેના લીધે આફ્રિકાના ટોચના તેલ ઉત્પાદક દેશના લોકો સૌથી ખરાબ સમયમાં પસાર થઈ રહ્યા છે.
સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપી
મહત્ત્વનું છે કે, નાઈઝીરિયાના ઘણા શહેરો અને ટાઉનમાં સુરક્ષા કર્મીઓ અને બખ્તરબંધ વાહનોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓ ભ્રષ્ટાચાર અને કુશાસનને સમાપ્ત કરવાની માંગ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ ગોડાઉમાં લૂંટફાટ કરતા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા જોવા મળ્યા હતા. આ બધું વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સ્થિતિને જોતા ત્રણ ગવનર્રોએ પોતાના રાજ્યમાં કર્ફયૂ લાદી લીધો છે. સરકારે આ મુદ્દે હાલ પૂરતું તો કોઈ નિવેદન નથી આપ્યું.


