નીલેશ પંડયા લિખિત પુસ્તક ‘આંગણે ટહુકે કોયલ’ અમેરિકા સુધી પહોંચ્યું છે. 75 લોકગીતો સાથે આસ્વાદનું નીલેશ પંડયાનું પુસ્તક ‘આંગણે ટહુકે કોયલ’ થોડા સમય પહેલા આવ્યું અને ખૂબ લોકપ્રિય પણ થયું છે. હવે આ પુસ્તકની પસંદગી અમેરિકાથી સંચાલિત થતા ‘એકત્ર’ પ્લેટફોર્મ માટે થઈ છે. ‘એકત્ર’ છેલ્લાં 200 વર્ષમાં પ્રગટ થયેલાં ગુજરાતી ભાષાનાં ઉત્તમોત્તમ અને રસપ્રદ પુસ્તકોની e book બનાવી આખા વિશ્વના ગુજરાતીઓ માટે ઉપલબ્ધ કરાવે છે. આ તકે નીલેશ પંડયાએ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જન્મભૂમિ સમઢિયાળાથી આરંભાયેલી મારી લોકગીતયાત્રા અમેરિકા પહોંચી એનો મને આનંદ છે.


