- ભારતના ભાગેડુ નીરવ મોદીની સતત પાંચમી અરજી કોર્ટે ફગાવી
- નીરવ મોદીએ દેશની વિવિધ બેંકોમાંથી લોન લઈ પૈસા પરત નથી કર્યા
- હાલ નીરવ મોદી લંડનની જેલમાં પાંચ વર્ષથી જેલવાસ હેઠળ
ભાગેડુ કારોબારી નીરવ મોદી પાંચ વર્ષ કરતાં વધુ સમયથી લંડનની જેલમાં હવા ખાઈ રહ્યા છે. ગત 16 એપ્રિલે તેને યુકેની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં સતત પાંચમીવાર જામીન અરજી કરી હતી. જેને બ્રિટનના એક જજે ફગાવી દીધી હતી. 52 વર્ષીય હીરા વેપારી નીરવ મોદીએ ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપોને સામનો કરવા પોતાની પ્રત્યાર્પણ લડાઈ હારી ગયો હતો. લંડનમાં વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અંગેની સુનાવણી માટે હાજર નહોતો રહ્યો. પરંતુ તેનો પુત્ર અને બે દીકરીઓ ગેલેરીમાં હાજર રહી હતી.
લંડનના જિલ્લા જજ જોન જાનીએ તેની કાયદાની ટીમને એવી દલીલીનો સ્વીકાર કરી લીધો કે સાડા ત્રણ વર્ષ અગાઉ છેલ્લી જામીન અરજી પછીથી લાંબા સમય બાદ સુનાવણીને આગળ વધારવાની મંજૂરી આપવા પરિસ્થિતિઓમાં ફેરફાર આવ્યો છે. જો કે જજે સંતોષ વ્યક્ત કરતા જામીન વિરુદ્ધ પૂરતો આધાર ગણ્યો હતો. અરજદાર નીરવ મોદી કોર્ટમાં હાજરી આપવા અથવા સાક્ષીઓ સાથે દખલ કરવામાં નિષ્ફળ જશે તેવું વાસ્તવિક, નોંધપાત્ર જોખમ રહેલું છે. ન્યાયાધીશ જોન જાનીએ કહ્યું કે આ કેસ, કોઈપણ તબક્કે, ખૂબ મોટી છેતરપિંડીનો આરોપ સામેલ છે.
નીરવ મોદી સામે પૈસા માંગતી કંપનીએ 103 મેરેથોન હાઉસ વેચવાની પણ માંગ કરી હતી. બીજી તરફ, EDની દલીલ છે કે આ બંગલો વેચ્યા બાદ મળેલી રકમમાંથી પંજાબ નેશનલ બેંકની લોન ચૂકવવી જોઈએ. પંજાબ નેશનલ બેંકમાં મોટા પાયે છેતરપિંડી કરીને મળેલી રકમથી ટ્રસ્ટની સંપત્તિ ખરીદવામાં આવી છે.


