અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું
તા. 31, માર્ચ 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) અનેક ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના સ્થળો પર 700 થી વધુ શોનું આયોજન કર્યું, 670થી વધુ અતુલ્ય કલાકારોને મંચ આપ્યો, અને ચાર સીમાચિહ્નરૂપ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું! તેના કદરદાનો વૈવિધ્યપૂર્ણ સમુદાયોના સતત પ્રેમ અને સહયોગની ઉજવણી કરવા માટે કલ્ચરલ સેન્ટરે વિશિષ્ટ રીતે ક્યુરેટેડ લાઇવ પર્ફોમન્સ અને અનોખા વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન સહિતના ખાસ અનિવર્સરી પ્રોગ્રામનું આયોજન કર્યું છે.
આ પ્રસંગે ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “ઊંડા ગર્વ, આનંદ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા કલ્ચરલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં NMACCમાં દસ લાખ કરતાં વધારે પ્રેક્ષકોએ બ્લોકબસ્ટર ભારતીય મંચન, શ્વાસથંભાવી દેનારા વૈશ્વિક પર્ફોમન્સીસ, આશ્ચર્યચકિત કરી દેતા આર્ટવર્ક, અને સમગ્ર ભારતમાંથી આવતા પારંપારિક હેન્ડીક્રાફ્ટ્સ માણ્યાં છે. અમારા પ્રેક્ષકોના પ્રેમ અને સહયોગ તથા અમારા કલાકારોના વિશ્વાસ અને ઉત્સાહ માટે અમે આભારી છીએ. ઘણી પ્રથમ ઘટનાઓનું આ અદ્દભૂત વર્ષ હતું, જેમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરવામાં આવી. અને અમારી યાત્રા તો હજુ પ્રારંભ થઈ છે!”
ત્રણ અવિસ્મરણીય દિવસોમાં, કલા અને સંસ્કૃતિના ઉત્સાહીઓ કલ્ચરલ સેન્ટરના ભારતથી પ્રેરીત પ્રદર્શનોનો બહોળો વારસો ધરાવતા, ભારતના સૌથી મોટા રંગમંચ સર્જન ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’; કોસ્ચ્યુમ કલા પ્રદર્શન ‘ઇન્ડિયા ઇન ફૅશન’; અને આર્ટ હાઉસનું ઉદ્ઘાટન કરનારા એક અનોખા વિઝ્યુઅલ આર્ટ શૉ ‘સંગમ/કોન્ફ્લુઅન્સ’ ની પ્રથમ ઝલક મેળવવા માટે એકત્રિત થયા હતા.
એનિવર્સરીની ઉજવણીથી પણ આગળ વધીને, એનએમએસીસીની પ્રોગ્રામિંગ શ્રેણીમાં અખૂટ કાર્યક્રમોની હારમાળા રહેલી છે. સેન્ટર ખાતે આ સમરનો શુભારંભ ધ રોયલ શેક્સપિયર કંપનીના ‘માતિલ્દા ધ મ્યુઝિકલ’થી થઈ રહ્યો છે, જેને ધ ગ્રાન્ડ થિએટર ખાતે (16મી મેથી શરૂ થશે) સૌપ્રથમવાર દર્શાવવામાં આવશે.