- મહેસાણા લોકસભાને લઈ મોટા સમાચાર
- નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી
- મહેસાણા લોકસભામાં કરી હતી દાવેદારી
મહેસાણા દૂધસાગર ડેરીની સામે આવેલા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સોમવારે બપોરે લોકસભા બેઠકના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે રજનીભાઇ પટેલ,નીતિનભાઇ પટેલ,એમ.એસ. પટેલ, જુગલજી ઠાકોર સહિતના સમર્થકોએ નામો આપ્યા હતા.તો આજે નીતિન પટેલે સોશિયલ મિડીયા પર એક પોસ્ટ મુકી હતી જેમાં તેમણે લોકસભાની ચૂંટણી નહી લડવાની સહમતી દર્શાવી હતી.
મહેસાણા લોકસભામાં હવે કોણ દાવેદાર
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી,આજે મહેસાણના લોકપ્રિય નેતા નીતિન પટેલે જાહેરાત કરી હતી કે,તેઓ લોકસભાની ચૂંટણી નહી લડે,હવે મહેસાણામાં લોકસભાની ચૂંટણી માટે રજની પટેલ,જુગલજી ઠાકોર અને તે સિવાય અન્ય 13 લોકોએ દાવેદારી નોંધાવી છે.જોઈએ હવે ભારતીય જનતા પાર્ટી કોને ટિકીટ આપે છે.
મહેસાણા બેઠકને લઈ ચર્ચા જોરમાં
સેન્સ પ્રકિયા વખતે ઘણા દિગ્ગજો અને ભાજપના આગેવાનાઓ હાજર રહ્યાં હતા. મહેસાણા લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ પોતે દાવેદાર નહીં હોવાનું કહી ચૂક્યા છે. આ દરમિયાન હવે દિગ્ગજો ટિકિટ લેવા માટે મેદાને હોવાનું મનાય છે. જોકે હવે મહેસાણા માટે જ્ઞાતિગત અને રાજકીય સમીકરણોને લઈ કોની પર પસંદગીની મહોર વાગે છે, તે સવાલો પર હાલ તો ચર્ચાઓ જામી છે.


