- હું માર્કેટયાર્ડમાં સભ્ય જ રહેવા માગું છું:નીતિન પટેલ
- અમે ચેરમેન તરીકે ગામડાના કોઈ ભાઈની પસંદગી કરીશું
- 39 વર્ષથી કડી એપીએમસીમાં ભાજપનું શાસન
મહેસાણાના કડી ખાતે APMC ના ચૂંટણી મુદ્દે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે, મેં પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે હું ચેરમેન બનવા માંગતો નથી. પરંતુ હું માર્કેટયાર્ડનો સભ્ય જ રહેવા માંગુ છું. જેના માટે આ ચૂંટણીમાં હું કોઈ જ દાવેદાર નથી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે કડીની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે.
આ સાથે જ નીતિન પટેલે કહ્યું કે, હું માર્કેટયાર્ડમાં સભ્ય જ રહેવા માગું છું. જેમાં પણ ચૂંટણી પછી અમે ચેરમેન તરીકે ગામડાના કોઈ ભાઈની પસંદગી કરીશું. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વેપારીની પસંદગી કરવામાં આવશે. જેના માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
આજે કડી APMC ની ખેડૂત વિભાગની દસ બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી માં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ માટે ભાજપ અનેકોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. APMC ની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘ ના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે


