- દિલ્હીમાં નીતિશ કુમારે પીએમ, ગૃહમંત્રી સાથે કરી બેઠક
- બિહારના વિકાસના મુદ્દાને લઈને ચર્ચા કરી: નીતિશકુમાર
- ફ્લોર ટેસ્ટને લઈને નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હીથી પટના પરત ફર્યા છે. દિલ્હીમાં નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ, તેઓ ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યા હતા. પટના એરપોર્ટ પર મીટિંગ બાદ સીએમ નીતિશ કુમારે કહ્યું કે મેં તમને પહેલા જ કહ્યું છે કે અમે ભાજપ અને જેડીયુ પહેલા પણ સાથે હતા. હું વચ્ચે બે વાર “અહીં-તહીં થયો’ પરંતુ, હવે ફરી એકવાર હું એનડીએમાં છું. હવે હું અહીં કાયમ માટે રહીશ.
ફ્લોર ટેસ્ટને લઈને નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
ફ્લોર ટેસ્ટના પ્રશ્ન પર સીએમ નીતિશ કુમારે કહ્યું કે ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે અને ક્યાંય કોઈ સમસ્યા નથી. બધું ઠીક છે. અમે આરામથી બહુમત સાબિત કરીશું. દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ સાથે બિહારના વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાના પ્રશ્ન પર સીએમ નીતિશ કુમારે કહ્યું કે અમારી ચિંતા ન કરો. અમે આ માટે કામ કરી રહ્યા છીએ. બિહાર 2005 થી વિકાસ કરી રહ્યું છે. ત્યારથી કામ ચાલી રહ્યું છે. તેથી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધી ચર્ચાઓ ખૂબ સારી રીતે ચાલી.


