- નીતિશ કુમારે મુખ્યમંત્રી પદની ગરિમા લજવી
- મહિલાઓને લઈને કરેલ નિવેદનથી દેશભરમાં આક્રોશ
- NCW પ્રમુખ અને શિવસેના નેતાઓ વચ્ચે તણખા
બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ માટે મહિલા શિક્ષણના મહત્વને લઈને આપવામાં આવેલ નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. સીએમ નીતિશ કુમારના માફી માંગવા છતાં આ મામલે નિવેદનબાજી બંધ નથી થઈ રહી. તો, આ મામલે હે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) અધ્યક્ષ રેખા શર્મા અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચાતુર્વેદી વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે.
NCW પ્રમુખે માફી માંગવા કહ્યું
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ નીતિશ કુમારના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમના નિવેદનને મહિલાઓના અધિકારો અને વિકલ્પો પ્રત્યે અત્યંત અસંવેદનશીલ પણ ગણાવ્યું હતું. એટલું જ નહીં, NCWએ મુખ્યમંત્રી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. પંચે કહ્યું હતું કે તેમની વાંધાજનક ટિપ્પણીથી દેશભરની મહિલાઓને અસર થઈ છે.
ઘણા વિપક્ષી નેતાઓને પણ ટ્વીટ કર્યા
NCW ચીફ રેખા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિશ કુમાર પાસેથી તાત્કાલિક અને સ્પષ્ટ માફીની માંગ કરી છે. સાથે જ તેમની જવાબદારીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. એટલું જ નહીં રેખા શર્માએ પોતાની પોસ્ટમાં અન્ય ઘણી મહિલા નેતાઓને પણ ટેગ કર્યા છે. જેમાં શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટીના નેતા આતિષી પટેલનો સમાવેશ થાય છે. તેમણે આ લોકોને નીતિશની માફી માંગવામાં તેમની સાથે જોડાવા વિનંતી કરી હતી.
મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ સારું રહેશે જો શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદી, જે મહિલાઓના હિતોના મુદ્દા પર અવાજ ઉઠાવે છે; કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટીના નેતા આતિષી પટેલે નીતિશ કુમારની નિંદા કરવામાં અને તેમની પાસેથી માફી માંગ કરવી જોઈએ.
પ્રિયંકા ચતુર્વેદીએ રેખા શર્માને બતાવ્યો અરીસો
પ્રિયંકા ચતુર્વેદીએ આ પોસ્ટને લઈને રેખા શર્માની ટીકા કરી. NCW પ્રમુખ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રેખા શર્મા પસંદગીના કેસોમાં મૌન જાળવીને અને પસંદગીયુક્ત પગલાં લઈને NCW ચીફ તરીકેના તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમનું વલણ કથિત રીતે પક્ષપાતી છે.
સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા પ્રિય પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત મેડમ, હું સ્પષ્ટપણે મહિલાઓ માટે વપરાતી કોઈપણ ભાષાની નિંદા કરું છું જે અપમાનજનક હોય. પછી ભલે મારી રાજકીય વિચારધારા ગમે તે હોય અને પછી ભલે તે મારા સાથીદારોમાંથી આવે. મને ખાતરી છે કે મુખ્યમંત્રી તેમના શબ્દોના ઉપયોગ પર પુનર્વિચાર કરશે અને માફી માંગશે.
તેણે આગળ લખ્યું કે જ્યાં સુધી મને યાદ છે, જ્યારે પણ અમે તમારી પાસેથી મહિલાઓ માટે ઊભા થવાની અપેક્ષા રાખતા હતા, ત્યારે તમે પસંદગીયુક્ત મૌન અને કાર્યવાહી પસંદ કરી હતી. તમે NCW પ્રમુખ તરીકે તમારી ખુરશીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
રેખા શર્માએ આપ્યો જવાબ
આ સાથે જ રેખા શર્માએ પણ તેમના જવાબ પર પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકા ચતુર્વેદીના ટ્વીટને રીટ્વીટ કરતા રેખા શર્માએ કોઈનું નામ લીધા વગર લખ્યું કે, “મારા નોટ સો ડિયર પ્રિયંકા ચતુર્વેદી, શું તમને યાદ છે કે તમે તે નેતા વિરુદ્ધ કઈ કરવામાં તમારી અસમર્થતા કેવી રીતે દર્શાવી હતી, જે એક સમયે તમારી પાર્ટીમાં હતા, જ્યારે મે તમને તેમના કામોના પુરાવા દેખાડ્યા હતા? તમે કેટલા નિષ્પક્ષ હતા… યાદ છે ને?”