- મહિલાઓનું અપમાન કરનાર સીએમએ હવે મોતનો મલાજો પણ ન જાળવ્યો
- મૃતકને શ્રદ્ધાંજલિ આપવાને બદલએ તેના દીકરા પર વરસાવ્યા ફૂલો
- નીતિશ કુમારની હરકતને લીધે સોશિયલ મીડિયામાં શરૂ થઈ ટીકાઓનો વરસાદ
સોશિયલ મીડિયામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ નવા વિડીયોમાં નીતિશ કુમારની હરકતોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં, નીતિશ કુમાર પોતાના નજીકના મિત્ર અને મંત્રી અશોક ચૌધરીના પિતા મહાદેવ ચૌધરીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આ સમયે તેમણે એવી હરકત કરી કે જેને લીધે તેમણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મંત્રી અશોક ચૌધરીના પિતાની પુણ્યતિથિનિમિત્તે આયોજિત પ્રાર્થના સભામાં પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાદેવ ચૌધરીની તસવીર પર પુષ્પાંજલિ કરવા માટે આવે છે. શ્રદ્ધાંજલિ આપવા માટે મૂકવામાં આવેલ ફૂલો ઉઠાવીને તેઓ મહાદેવ ચૌધરીની તસવીર પર ચઢાવવાને બદલએ અશોક ચૌધરી પર વરસાવી દે છે. નીતિશકુમારની આ હરકતને કારણે સોશિયલ મીડિયામાં લોકો તેમની ટીકા કરી રહ્યા છે.
શ્રદ્ધાંજલિ આપવાને બદલે મંત્રી પર વરસાવ્યા ફૂલ
જણાવી દઈએ કે રવિવારે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમાર મંત્રી અશોક ચૌધરીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મંત્રી અશોક ચૌધરીના પિતા મહાવીર ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પહોંચેલા લોકોએ મહાવીર ચૌધરીને તેમના ચિત્ર પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ આપવાને બદલે ફોટો પાસે રાખેલ ફૂલ ઉપાડીને મંત્રી અશોક ચૌધરીના માથા પર મૂક્યા હતા.