- બિહારના મુખ્યમંત્રી પદ માટે સાહસી મહિલાઓ સામે આવે: સિંગર
- હું ભારતીય હોઉ તો બિહાર જઈને નીતિશ કુમાર સામે ચૂંટણી લડું: મેરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની જનતાના વિકાસ માટે માટે શ્રેષ્ઠ નેતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં જ બિહાર વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના પર દરેક લોકો તેમનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ અંગે નીતિશ કુમારે માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ મામલો ઠંડો પડતો જોવા નથી મળી રહ્યો. હાલમાં જ અમેરિકાની પ્રખ્યાત ગાયિકા મેરી મિલબાને નીતિશ કુમારની ટીકા કરી છે. સિંગરે નીતિશ કુમારની ટીકા કરતાં કહ્યું કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેણે કહ્યું કે જો તેણી ભારતીય નાગરિક હોત તો તે બિહાર ગઈ હોત અને ત્યાંથી નીતિશ કુમાર સામે ચૂંટણી લડ્યા હોત.
વિડીયો ટ્વિટ કરીને નીતિશની કરી ટીકા
સિંગર મિલબેને ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કરતા તેમણે કહ્યું, ‘બિહારમાં મહિલા મૂલ્યોને પડકારવામાં આવ્યો છે અને મને લાગે છે કે આ પડકારનો એક જ જવાબ હોઈ શકે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવેદન બાદ મારું માનવું છે કે બિહારના મુખ્યમંત્રી પદ માટે કોઈ શક્તિશાળી મહિલાએ આગળ આવીને નીતિશ કુમાર સામે ચૂંટણી લડવી જોઈએ.
તેણીએ વધુમાં કહ્યું કે જો હું ભારતની નાગરિક હોત તો બિહાર જઈને મુખ્યમંત્રી સામે ચૂંટણી લડી હોત, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ અને એક મહિલા બિહારની મુખ્યમંત્રી બનવી જોઈએ. મિલેબેને કહ્યું કે ભાજપે બિહારનું નેતૃત્વ કરવા માટે મહિલાને સશક્ત કરવી જોઈએ. તેમણે બિહાર અને ભારતના લોકોને પરિવર્તન માટે મહિલાને મત આપવા વિનંતી કરી.
અમેરિકન સિંગરે કર્યા પીએમ મોદીના વખાણ
પીએમ મોદીના વખાણ કરતા મેરી મિલબેને કહ્યું કે, ‘ઘણા લોકો મને પૂછે છે કે મને વડાપ્રધાન કેમ આટલા ગમે છે અને તેનો જવાબ ખૂબ જ સરળ છે. હું ભારત અને સમગ્ર વિશ્વના ભારતીયોને પ્રેમ કરું છું. હું માનું છું કે પીએમ મોદી ભારત અને ભારતીય નાગરિકોના વિકાસ માટે શ્રેષ્ઠ નેતા છે. ભારત-અમેરિકા સંબંધોમાં પીએમના યોગદાન વિશે વાત કરતી વખતે, તેમણે કહ્યું કે ‘તેઓ ભારત-અમેરિકા સંબંધો માટે અને વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે પણ શ્રેષ્ઠ નેતા છે. તેમણે રાષ્ટ્રપતિ મુર્મુ માટે માર્ગ તૈયાર કર્યો, અને કેબિનેટમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કરી, ભારતીય મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. પીએમ મોદી મહિલાઓનું સમર્થન કરે છે.