- બિહાર સીએમના વિવાદિત નિવેદનને લઇને રાજનીતિ તેજ
- સાંસદ નવનીત રાણાએ બિહાર સીએમની ઝાટકણી કાઢી
- કહ્યું માફી નહી રાજીનામુ આપો
બિહાર સીએમના વિવાદિત નિવેદનને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના નેતાઓ સહિત રાજકીય પાર્ટીઓ તેમના આ નિવેદનને વખોડી રહ્યા છે. જન્મ નિયંત્રણ અને મહિલા શિક્ષણને લઇને આપેલા નિવેદનનો ચોમેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પણ તેમની ઝાટકણી કાઢી..
માફી નહી રાજીનામુ આપો- નવનીત રાણા
આ અંગે બિહારના સીએમ નીતિશ કુમારના નિવેદન પર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કહ્યું મારા મોઢામાંથી શબ્દો નથી નીકળતા, કે મુખ્યમંત્રી વિધાનસભામાં આ પ્રકારનું નિવેદન આપી શકે છે. જે જોઇને મને થાય છે કે તેઓએ બિહારની જનતાને જવાબ આપવો જોઇએ. દેશની દિકરીઓ અને મહિલાઓએ આ સાંભળ્યુ છે. તમારા મગજમાં જે ગંદકી ભરાઇ છે તે તમારા ઘર સુધી સિમિત રાખો. “તમારે બિહારની મહિલાઓને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ. તમારે આ મામલે રાજીનામુ આપવુ જોઇએ માફી નહિ. કારણ કે જો આવી વિચારધારા વાળા મુખ્યમંત્રી દેશમાં હશે તો તે આપણા દેશની સંસ્કૃતિ અને મહિલાઓને દાગ લગાડનાર વ્યક્તિ હશે.
માનસિક રીતે ફિટ હોવુ જરૂરી- હિમંતા બિસ્વા
મધ્ય પ્રદેશની ચૂંટણીને લઇને પ્રચાર અર્થે આવેલા અસમના સીએમએ બિહારના સીએમ નીતીશ કુમારના નિવેદનને લઇને આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે નીતિશ કુમારે આવુ નિવેદન પહેલીવાર નથી આપ્યું. તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. હું JDU નેતાઓને વિનંતી કરું છું કે તેમને આરામ આપો અને યોગ્ય સારવાર પણ આપો. તમારે મુખ્યમંત્રી પદ માટે માનસિક રીતે ફિટ હોવું જોઈએ, મને લાગે છે કે તે અત્યારે તેના માટે યોગ્ય નથી તેમ જણાવ્યું.
દેશોની મહિલા શક્તિ વિશે આ ટિપ્પણી શું છે: રવિશંકર પ્રસાદ
નીતિશ કુમારના નિવેદનની ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યુ હતું કે નીતિશ કુમારજી તમે મુખ્યમંત્રી છો. અને તમારા સદનમાં મહિલાઓ અને દેશની નારી શક્તિ વિશે આ શું ટિપ્પણી કરી તમે ? ખરેખર આ બહુ અશોભનીય , શરમજનક અને નિંદનીય છે.
અપમાનજનક અને મહિલા વિરોધી ટિપ્પણીઃ શહેઝાદ પૂનાવાલા
નીતીશ કુમારના નિવેદન પર વિરોધ વ્યક્ત કરતા ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “નીતીશ કુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ઘૃણાસ્પદ, અત્યાચારી, ઘૃણાસ્પદ અને મહિલા વિરોધી હતી. આ માત્ર આરજેડીના પ્રભાવની અસર દર્શાવે છે. બિહારમાં મહિલાઓની કેવી દુર્દશા છે તેની કલ્પના કરી શકાય.