સુરત શહેર ટ્રાફિક પોલીસે (Surat Traffic Police) ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી, માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં ખાસ ડ્રાઇવ યોજીને 9,753 ટ્રાફિક તોડનારાઓને ઈ-ચલણ (E-Challan) ફટકારવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસે દંડનો દંડો
આ કાર્યવાહીમાં મુખ્યત્વે ઓવરસ્પીડ (Overspeed) અને રોંગ સાઈડ (Wrong Side) પર વાહન ચલાવતા લોકો સામે કડક પગલાં લેવાયા છે. સુરત ટ્રાફિક પોલીસે આ ડ્રાઇવ દ્વારા શહેરીજનોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમભંગને કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ નિયમોનું સખ્તાઈથી પાલન કરે અને પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવે. આ કાર્યવાહીનો હેતુ ટ્રાફિકની શિસ્ત જાળવીને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે.
આ પણ વાંચો : Morbi News : મહર્ષિ ગુરુકુલની સ્કૂલ બસમાં પાછળનો કાચ ગાયબ, વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા


