- અત્યારે તમે પોતાની બહાર કંઈ અનુભવ કરી ન શકો. જે કંઈ પણ તમારી સાથે બને છે, તમે અનુભવો છો તે માત્ર તમારી અંદર ઘટિત થાય છે
તમે ઉપર જુઓ, નીચે જુઓ કે આસપાસ દૃષ્ટિ કરો તેનાથી આધ્યાત્મિક પ્રક્રિયા નથી થતી. તે એટલા માટે ઘટિત થાય છે, કારણ કે તમે અંદર જુઓ છો. અંદર એ ઉત્તર નથી, દક્ષિણ નથી કે નથી પૂર્વ કે પશ્ચિમ. જે અંદર છે તે આયામરહિત છે.
જે આયામરહિત હોય ત્યાં સુધી એ જ પહોંચી શકે જે સ્વયંની અંદર પ્રામાણિક હોય.
જે સ્વયં સાથે પ્રામાણિક હોય તેને એ ચિંતા કરવાની જરૂર નથી કે રસ્તો સીધો છે કે આડોઅવળો કે પછી ઉપર છે કે નીચે. આ વિશેષતાઓ ફક્ત તમને થોડું સાહસિક લાગે તેના માટે રજૂ કરવામાં આવી હતી, કારણ કે વાસ્તવમાં ત્યાં કોઈ રસ્તો નથી.
અત્યારે તમે પોતાની બહાર કંઈ અનુભવ કરી ન શકો. જે કંઈ પણ તમારી સાથે બને છે, તે માત્ર તમારી અંદર ઘટિત થાય છે, બહાર ક્યારેય નહીં. સમગ્ર વિશ્વ અને તે બધું જ જે ક્યારેય પણ તમારી સાથે થયું છે તે બધું તમારી અંદર છે, પણ તમે બહાર નીકળીને તમારા આખા જીવનનું બહાર પ્રક્ષેપણ કર્યું છે. બાહ્ય પ્રક્ષેપણ એક ભ્રમણા છે. જો તમે આ પ્રક્ષેપણ બંધ કરશો તો બધું જ અંદર છે.
તેથી સ્વયં સાથે પ્રામાણિક બનતા શીખો અને ક્યાંય જવાનો પ્રયત્ન ન કરો. માત્ર અહીં રહો. તે થશે, કારણ કે ક્યાંય જવાનું નથી. જ્યારે તમને ક્યાંય જવાની જરૂરિયાત નથી ત્યારે તમે પથ પર છો. તે સીધો નથી કે વાંકોચૂંકો નથી, તે લાંબો નથી અને ટૂંકો પણ નથી. તે અંદર છે અને અંદર એ કોઈ દિશા નથી.
આ એવી બાબત છે જે તમારું મન સમજી ન શકે, કારણ કે જ્યારે આપણે `રસ્તો’ કહીએ ત્યારે તમારું મન સ્વાભાવિક રીતે વિચારશે કે ક્યાંક જવાનું છે. ક્યાંય જવાનું નથી અને છતાં તેનો અર્થ એ નથી કે તે બંધિયારપણું છે. તેનો અર્થ બસ એ છે કે `ક્યાંય જવાનું નથી’ ન કે `ક્યાંક જવાનું છે’. `ક્યાંક’ બસ આટલું કે તેટલું હોય છે, પણ `ક્યાંય નહીં’ તે અસીમિત છે, બરાબરને?
`કંઇક’ નો મતલબ છે એક નિર્ધારિત માત્રા હોવી. `કંઈ નહીં’ એ માત્રા નથી, તે એક માપી ન શકાય તેવો આયામ છે, તે એક એવી સંભાવના છે જેનો કોઈ આરંભ નથી અને અંત નથી. `ક્યાંક’ એ બહુ નાનું સ્થાન છે જ્યાં જવાનો કોઈ અર્થ નથી. ક્યાંય નહીં એ અસીમિત અવકાશ છે. તો આપણે ક્યાંય ન જવા વિશે વાત કરી રહ્યા છીએ, ક્યાંક જવા વિશે નહીં, કારણ કે આ યાત્રા સીમિતથી અસીમિત તરફની છે. શૂન્યતા એકમાત્ર અસીમિતતા છે. ક્યાંય નહીં એ જ એકમાત્ર અસીમિત સ્થાન છે.