- ઉડી રહેલા વિમાનમાં યાત્રિકે હોબાળો મચાવ્યો
- મહિલાને માર મારતો વીડિયો પણ આવ્યો સામે
- વિમાન નીચે ઉતર્યા બાદ આરોપીને પોલીસને સોંપી દેવાયો
બેંગકોકથી હિથ્રો જઈ રહેલા એક વિમાનમાં પ્રવાસીએ એવો હોબાળો મચાવ્યો કે વાત જ ન પૂછો. થાઈ એરવેઝના વિમાનમાં મુસાફરી કરી રહેલા એક યુવકે ટોયલેટને તોડી નાખ્યા બાદ ફલાઈટ એટેન્ડન્ટને ફેંટ મારી નાક તોડી નાખ્યું હતું. આ તમામ ઘટના ચાલુ વિમાન એટલે કે, ઉંચે આકાશમાં ઉડી રહ્યું હતું તે દરમિયાન બની જેથી અન્ય યાત્રિકો રીતસરના ડરી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાત ફેબ્રુઆરીનો છે. 35 વર્ષના યાત્રિકે મહિલાને એવી જોરદાર ફેંટ મારી કે તે સીધી વિમાનમાં નીચે પડી ગઈ હતી.
વિમાનમાં હાજર યાત્રિકોને રોકવાનો પ્રયાસ
આ ઘટના પછી વિમાનમાં રહેલા અન્ય યાત્રિકોએ હોબાળો મચાવનાર યાત્રીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નજીકની સીટમાં બેઠેલી એક મહિલાએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ જણાવ્યું કે તે ટોયલેટમાં હતી અને અચાનક તેને ચીસો પાડવાનું શરૂ કરી દીધું. જેથી તે દરવાજો તોડવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ દરમ્યાન એક વૃદ્ધે એને ટોયલેટથી બહાર આવવા મદદ કરી હતી. ટોયલેટથી બહાર કાઢી ફલાઈટ એટેન્ડન્ટ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. મને લાગ્યું કે તેને નાક તોડી દીધું છે.
વિમાન ઉતરાણ બાદ યાત્રિકની ધરપકડ
.આ ઘટના વચ્ચે મુસાફરોને ચેતવણી આપવામાં આવી હતી કે જો વ્યક્તિ શાંત નહીં થાય તો પ્લેનને દુબઈ તરફ વાળવામાં આવશે. જો કે, વિમાન તેની મુસાફરી ચાલુ રાખવામાં સક્ષમ હતું. મહિલાએ વધુમાં કહ્યું કે, ‘બે મુસાફરો તેની બંને બાજુ બેઠા અને તેને નીચે ખેંચતા રહ્યા. તે ખૂબ જ અસભ્ય વર્તન કરતો હતો. પ્લેનમાં લોકો અહીં અને ત્યાં ફરતા હતા. તેઓ તેમના બાળકોને પાછળની તરફ લઈ જતા હતા.
લંડનમાં વિમાન ઉતાર્યા પછી પેલી વ્યકિતને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસને કહ્યું કે વિમાન લેન્ડ કરાવ્યા બાદ 35 વર્ષીય વ્યકિતએ ફલાઈટ એટેન્ડેન્ટને શારીરિક ઈજા અને વિમાનને ખતરામાં લાવવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી લેવાઈ છે. તેમને વધુમાં કહ્યું કે આરોપી યુવક હાલ કસ્ટડીમાં રખાયો છે. અન્ય એક વ્યકિતને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો છે.


