અહિંસા વિશ્વ શાંતિ કેન્દ્ર-દિલ્હી દ્વારા “ભારત મંડપમ” ના વિશાળ સંવાદગૃહમાં મોરારીબાપુની રામકથા “માનસ સનાતન ધર્મ”નો મંગલ પ્રવેશ
જૈનાચાર્યશ્રી લોકેશ મુનિજી દ્વારા વિશ્વશાંતીના પરમ હેતુ માટે કોઇ જૈનમુનિજીની રામકથા આયોજન કરે એ વિચાર જ વૈશ્વિક અને સનાતનીય વિચાર છે
સનાતમ ધર્મ સ્વત: સિધ્ધ અને શુધ્ધ છે, પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા! પર નિંદા સમ અથ ન ગરીસા!! ધરમુ ન દુસર સત્ય સમાન ! રામહિ નિગમ પુરાન લખાના!! રામહિ કેવલ પ્રભુ પિયારા! જાનિ લેઉં જો મન નિકાસ !! જેહિ લિધિ પ્રભુ પ્રસન્ન મન હોઇ! કરૂના સાગર કીજિય સોઇ!!
અગ્ર ગુજરાત, રાજકોટ
રામચરિત માનસની ઉપરોકત ચોપાઇઓને કેન્દ્રસ્થ પ્રિય બાપુની રામકથા “માનસ સનાતન ધર્મ” નો ગત શનિવારથી ભારતની રાજધાની દિલ્હીના ભવ્ય ભારત મંડપમના સંવાદગૃહમાં શુભ-મંગલ પ્રારંભ થયો હતો. સંતો-મહંતો-મુનિઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ અવસરે કથાના મુખ્ય સંયોજક જૈનાચાર્યશ્રી લોકેશમુનિજી તથા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતના વર્તમાન ઉપ-રાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, જ્ઞાનાનંદજી મહારાજ (ગીતામણીજી-કુરૂક્ષેત્ર) રમણરેતીના મુનિશ્રી, ચિદાનંદ મહારાજ (પરમાર્થ નિકેતન-ઋષિકેશ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં.
શનિવાર-કથાના પ્રેમ સંવાદમાં પ્રવેશ કરતા પ્રિય બાપુએ કહયું કે રામકૃષ્ણ, ભગવાન શિવજી સનાતન છે. મહાવીર-બુધ્ધ વગેરે પણ સનાતન છે. બહીર તત્વને મારે તે વીર છે. ભીતરને મારે તે મહાવીર છે. પણ કોઇને ય માર્યા વગર મારે નહીં પણ તારે તે પરમવીર છે. સનાતન એ વૈશ્વીક વિચાર છે. સર્કીણ નથી. રામકથા ઘણા-ઘણાં જૈનતીર્થોમાં થઇ છે અને એની મનોરથી જુદા જુદા હોય છે. પણ કોઇ જૈનમુનીજી દ્વારા રામકથાનું આયોજન થયું હોય તો એવો અવસર પ્રથમ યછે. અહિંસા વિશ્વશાંતી કેન્દ્ર (અહિંસા વિશ્વભારત-દિલ્હી)ના જૈનાચાર્ય દ્વારા સનાતનીય વિચાર લઇને મુનિશ્રી આ કથાના નિર્મીત બન્યા છે. એ માટે મારી પ્રસન્નતા વ્યકત કરૂ છું. આપણી વૈદીક સનાતન ધર્મ પરંપરા વૈશ્વીક છે. એટલે જ વૈશ્વીક અને દિક એટલે દિશાઓ ધિક શબ્દ પણ છે. ધિક એટલે ધિકકાર, વિશ્વમાં કોઇને કોઇપણ પ્રત્યે ધિકકાર ન હોય, સમગ્ર વિશ્વમાંથી ધિકકારનો નાશ થાય એ અર્થમાં પણ આ કથા વૈધિક છે.
કથાનો બીજો દિવસ રવિવાર,ગઇકાલે રામકથાનો પ્રેમથી સંવાદ આગળ ધપાવતા બાપુએ જણાવ્યું હતું કે રામ સત્ય સ્વરૂપ છે. સત્ય એ રામકથાનો મોટો પ્રભાવ છે. પ્રેમ રામનો સ્વભાવ છે. રામ કેવળ પ્રેમપ્રિય છે. રામહિ કેવલ પ્રેમુ પિયારા જયારે કરૂણા રામનો પ્રવાહ છે. ધારા છે, સત્ય, પ્રેમ, કરૂણાએ સનાતન ધર્મની પ્રસ્થાનથી છે. વેદકાલિહન વૈદિક સનાતન ધર્મએ સ્વભાવ છે. સનાતન ધર્મના આઠ અંગ છે, એટલે કે લક્ષ્મણ ગુરૂકૃપાથી સનાતન ધર્મના આઠ લક્ષણો તલગાજરડી દ્વષ્ટિએ આ મુજબ છે. સત્ય, રૂત, યજ્ઞ, ધર્મને કર્મમાં પરિવર્તન કરવું, પુર્વ જન્મ અને પુર્નજન્મ, ધ્યાન, વહર્યશ્રમ અને વર્ણ વ્યવસ્થા.
આ જગતમાં કોઇ અસીમ હોય તો તે આકાશ છે. સનાતન ધર્મ ગગન સ્વભાગ છે. ધર્મ એટલે શુધ્ધ અત્યાત્મ ભગવદ ગીતામાં પણ કહેવાયું છે કે સ્વભાવ એ જ અધ્યાત્મ, સતન ધર્મ અર્થોયાજન માટે નથી. કળીયુગના પ્રભાવને કારણે આપણે ધર્મને જુદી જુદી રીતે અર્થોપાજન સાધન બનાવી દીધું છે. ધર્મ સાધન નહીં સાધ્ય છે. આપણા શાસ્ત્રોએ કીધુ કે માયા (એટલે કે કંચન અને કામિની) છોડો અને આચરણમાં લાવો. અત્યારે કળીયુગમાં આવો અર્થ કર્યો કે માયા છોડો અને આ ચરણમાં લાવો- (અમારા પગમાં લઇ આવો)
ગઇકાલે કથાપ્રારંભે ઓશો (આચાર્ય રજનીશ) ના નાનાભાઇ સ્વામી શૈલેન્દ્રસિંહજીએ પ્રાસંગીક વકતવ્ય આપ્યું હતું અને વ્યાસપીઠને એક ગ્રંથ અર્પજ્ઞ કર્યો હતો. ઉપરાંત દિલ્હી વિધાનસભાના અધ્યક્ વિજયેન્દ્ર ગુપ્તાજી ઉપસ્થિત રહયાં હતાં. બાપુએ પ્રેમપુર્વક જણાવ્યું હતું કે મને વિધાનસભા અધ્યક્ષશ્રીએ વિધાનસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું પણ તમે વિધાનસભા છોડીને આ અમારી પ્રેમસભામાં આવ્યા છો. એનાથી મોટુ સન્માન શું હોય શકે ? અહીંયા આપણે મળી લીધું, એટલે વિધાનસભામાં આવવું જરૂરી નથી, સહજતાથી પ્રેમથી કહું છે અને લોકેશ મુનીજીએ કહયું કે એમણે ૧ર-૧૪ વર્ષની ઉમરે રામ નામ સાંભળીને વૈરાગ્ય થઇ ગયો, તો હું કહું છું કે હવે રામકથા-રામનું ચરિત્ર સાંભળીને અનુરાગ થઇ જાય!
કથામૃત
(૧) AI નહીં પણ IA એટલે કે આઇએ, આઇએ તમે બધાં આવો, આવો આવો એ અર્થમ IA
(ર) ધ્યાન રાખીને બોલું છું એ ધ્યાન જ છે.
(3) કર્મ અને ફળ બંનેને વિસ્તૃત કરી દે એ ધ્યાન છે. કેવળ પરમ રસ.
(૪) વૈદમંત્ર આપણી મલિલન બધ્ધીને શુધ્ધ કરે છે.
(પ) રાજઘાટની ગાંધી સમાધીએ દિલ્હીનું દિલ છે.
(૬) હેતુ ન હોય એ જ સેતુથી બની શકે મોરારિબાપુ એવા સેતુ છે. (ચિદાનંદજી મહારજ, પરમાર્થ નિકેતન-ઋષિકેશ)
(મજો-મનોજ જોશી)


