- નવી સબમરીન-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલ્સનું કરાયું પરીક્ષણ
- ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં બીજી વખત કર્યું પરીક્ષણ
- ગત વર્ષ માર્ચમાં કર્યું હતું અન્ય બે મિસાઇલનું પરીક્ષણ
ઉત્તર કોરિયાએ રવિવારે એક સપ્તાહમાં બીજી વખત તેની નવી ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને નવી સબમરીન-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલ્સ (SLCM) નામ આપવામાં આવ્યું છે, જે કોરિયન નૌકાદળના પરમાણુ શસ્ત્રોમાં વધારો કરશે. ઉપરાંત, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સબમરીનમાંથી નવી વ્યૂહાત્મક ક્રુઝ મિસાઈલના પરીક્ષણ પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું હતું.
દક્ષિણ કોરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે પૂર્વ સમુદ્રમાં આકાશમાં બે પુલવાસલ-3-31 મિસાઇલો છોડવામાં આવી હતી. આ ક્રૂઝ મિસાઇલો પુલવાસલ-3-31 સબમરીનમાંથી લોન્ચ થયા બાદ 7,421 સેકન્ડ અને 7,445 સેકન્ડ સુધી હવામાં રહી હતી, પરંતુ તે નથી જણાવ્યું કે કેટલા અંતર સુધી હવામાં ઊડી હતી અથવા પાણીની ઉપરથી કે પાણીની અંદરથી લોન્ચ કરવામાં આવી હતી.
પરીક્ષણ સફળ થયું: કિમ જોંગ
પુલવાસલ-3-31, વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલની નવી પેઢી છે. બુધવારે પ્રથમ વખત યલો સાગર તરફ અનેક મિસાઇલો છોડીને પરીક્ષણ કર્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર કિમ જોંગ ઉને આ પરીક્ષણને સફળ ગણાવ્યું છે.
ઉત્તર કોરિયાની સૈન્યએ રવિવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેના દરિયાકાંઠે અનેક ક્રુઝ મિસાઇલો છોડી હતી, પરંતુ વિગતો આપી નથી. ગયા અઠવાડિયે તેણે કહ્યું હતું કે તેણે એક નવી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેમાં સંકેત આપવામાં આવ્યા હતા કે તે પરમાણુ શસ્ત્રો વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ સાથે સાથે તે વાતનો ઉલ્લેખ કર્યો નથી કે સબમરીન પ્રક્ષેપણ માટે ડિઝાઇન કરવામાં આવી હતી.
ગત વર્ષે પણ કર્યું હતું ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ
ગયા વર્ષે માર્ચમાં ઉત્તર કોરિયાએ બે ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું જે 1500 કિલોમીટર (930 માઈલ) સુધી ઉડાન ભરી હતી, પરંતુ વિશ્લેષકોએ કહ્યું હતું કે એવું જાણવા મળે છે કે તેને જળસ્તરની ઉપરથી લોન્ચ કરવામાં આવી હતી, જેથી હથિયાર છુપાવવા મુશ્કેલ હોય.
જણાવી દઈએ કે ઉત્તર કોરિયા પાસે 1,900 કિલોમીટરની અંદાજિત રેન્જ સાથેની સબમરીન માંથી લોન્ચ કરી શકાય તેવી બેલેસ્ટિક મિસાઈલ (SLBM) પણ છે, જેનું નામ પાકગુક્સોંગ-3 છે. ઓક્ટોબર 2021 માં આ મિસાઇલના નવા સંસ્કરણના સફળ પરીક્ષણની જાહેરાત કરવામાં આવી હતી.


