- કાવેર ઇન્ટરનેશનલ, એક્ઝોટિકા સ્કૂલના પેપર ફૂટ્યા
- બે શાળાઓમાં એક સમાન પેપર લેવાયાનો આક્ષેપ
- શાળાનું પરિણામ ઊંચું લાવવા પેપર ફોડ્યાનો આક્ષેપ
મહેસાણાની શાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં 1,2 નહીં 13 પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે મહેસાણાના અલ્કેશ પટેલ નામના વ્યક્તિએ કાવેર ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કુલના પેપર ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, અલ્કેશ પટેલ નામના ઈસમ નો પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ખાનગી પ્રાથમિક શાળામાં પેપર ફૂટ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 6, 7 અને 8 ના પેપર ફૂટ્યા છે. એ પણ એક,બે કે ત્રણ નહીં પણ 13 પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
મહેસાણાની કાવેર ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કુલના પેપર ફૂટ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવેરી સ્કુલના પેપર થોડાં દિવસ બાદ એક્ઝોટિકામાં આપ્યા હોવાનું સામે આવ્યું છે. બંને શાળામાં સરખા પેપર હોવાનો અરજદારનો દાવો કરવામાં આવ્યો છે. જેના અંગે અલ્કેશ પટેલ નામના ઇસમે 13 પેપર ફૂટ્યા હોવાનો દાવો કર્યો છે.
એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાળાઓનું પરિણામ ઊંચું લાવવા પેપર એક સરખા કાઢતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ માટે અલ્કેશ પટેલ દ્વારા જિલ્લા પ્રા.શિક્ષણ,જિલ્લા શિક્ષણ અને કલેક્ટરને અરજી કરી બે શાળાઓમાં એક સમાન પેપર લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.