- માત્ર એક ફોટો પાડવા લગાવ્યા સાત વર્ષ
- ઈટાલીના મિનાટો નામના ફોટોગ્રાફરના ફોટાને નાસાએ પણ સન્માન કર્યું
- પોતાના ફોટાના લોકો યાદ કરે માટે ફોટોગ્રાફરે સાત વર્ષની આકરી મહેનત કરી
ફોટો પાડવા માટે યોગ્ય એંગલથી ખેંચવામાં ફોટોગ્રાફર ખાસ્સી ભેજામારી અને ટૅક્નિક ઉપયોગમાં લેતા હોય છે. આમાં ઘણીવાર પરફેક્શન માટે 15થી 20 મિનિટ અથવા એક કલાકનો સમય લાગી શકે છે. પરંતુ શું એક ફોટો પાડવા એંગલને લઈ સાત વર્ષ લાગી શકે છે અને સાત વર્ષ પછી સામે આવેલો ફોટો કેવો હશે?
ઈટાલી શહેરના ટ્યૂરિનમાં વેરેલિયો મિનાટો નામના એક ફોટોગ્રાફર સાથે કંઈક આવું જ થયું. આ ફોટોગ્રાફરનું લક્ષ્ય હતું કે એક રેર અને નવાઈ પમાડે તેવો ફોટો પાડે. જેને આખી દુનિયા ફોટોગ્રાફ ઑફ ધ ડિકેડના રૂપમાં યાદ રાખે. તેઓ એક એવી શોધમાં નીકળી પડયા હતા. જેમાં છ વર્ષની ધીરજ અને પરફેક્ટ યોજના લાગી.
મિનાટો નામના આ ફોટોગ્રાફરે આઈકનિક લેન્ડમાર્કસની સાથે ચંદ્રનો એક ફોટો પાડયો. ઈમેજમાં બેસિલિકા ઑફ સુપરગાનો ગુંબજ અને વિશાળ મોનવિસો પર્વતની ઠીક પાછળ ચંદ્ર છે. આ સુંદર અને અનોખી છે કે તેઓના ફોટાના સ્પેસ એજન્સી નાસાએ પણ સન્માન કર્યું છે.
વર્ષ-2017થી ફોટોગ્રાફર મિનાટો ચંદ્રની આ ઈમેજ કેપ્ચર કરવાની જટિલ પ્રક્રિયાને સમજવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ચંદ્રના ફેસ, હોરિઝનની આરપાર તેના પાથ અને અહીં સુધી કે હવામાનની ગતિવિધિનો પણ અભ્યાસ કર્યો હતો. આ ફોટાગ્રાફરનું સપનું ઘણીવાર ટયૂરિનના ઉપર છવાયેલા વાદળોમાં ઢકાયેલું રહેતું, પરંતુ તેને છતાં આશા નહોતી ગુમાવી.
મળતી માહિતી પ્રમાણે મિનાટોએ પોતાની આ યાત્રાને લઈ જણાવતા કહ્યું કે, હું પહેલા ટ્યૂરિનમાં ફરી આસપાસના ક્ષેત્રમાં અલગ-અલગ પોઈન્ટ અને અંતરનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ વર્ષ-2012થી શૂટિંગ કરતા એક નક્કી પોઈન્ટથી સુપરગા અને મોનવિસોના ગુંબજની તપાસ કરી બાદમાં 15 ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે આખરે એ સમય પણ આવ્યો. બાદમાં મિનાટોની મહેનત રંગ લાવી હતી. આકાશ બિલ્કુલ સાફ હતું અને ચંદ્રમા ઠીક એ જ સ્થિતિમાં આવી ગયો જેનો ફોટોગ્રાફર લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યો હતો. પોતાના કેમેરાને તૈયાર કરતા આ મોમેન્ટનો લાભ ઉઠાવીને લાખોમાંથી એક શોટને કેદ કરી લીધી હતી.


