- રેપીડ ટેસ્ટ કરતા ATM માં 10 પ્રકારના ટેસ્ટ થશે
- બ્લડ સુગર લેવલ, હિમોગ્લોબીન, HbA1c, ગ્લુકોઝના ટેસ્ટ થશે
- બિલિરુબીન, HCG, HIV, મેલેરિયા, ડેન્ગ્યુનો ટેસ્ટ થશે
હેલ્થ ક્ષેત્ર નવા નવા ઉપકરણો સ્થાપિત થઈ રહ્યા છે. આ વચ્ચે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં નાગરિકોને તમામ સુવિધા મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં નાગરિકો ડેન્ગ્યુ, મલેરિયા, હિમોગ્લોબીન સહિતના વિવિધ પ્રકારના ટેસ્ટની ઝડપી માહિતી મળે તે માટે હવે રેપિડ ટેસ્ટ કરી શકશે.
આ અંગે આજે મળેલી બેઠકમાં અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેપિડ ટેસ્ટ કીટની મદદતી તરત જ પાંચ મિનિટમાં દર્દીઓને તપાસ રિપોર્ટ મળી જશે. જેથી દર્દીનું ત્વરિત નિદાન કરી શકાશે. આ માટેના સાત મશીન ખરીદવા માટેની મંજૂરી કમિટી દ્વારા આપવામાં આવી છે.
જેના અંગે અમદાવાદ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોર અને આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ, મેલેરિયા, લોહી, હિમોગ્લોબીન વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં 6થી 7 કલાકમાં રિપોર્ટ થાય છે.
હાલમાં 102 અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર એક ફ્રીઝ જેવું રેપિડ કીટના ટેસ્ટ જેવું મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રેપિડ કીટ મારફતે તમામ ટેસ્ટ કરાશે. જેમાં 80થી 90 ટકા ખ્યાલ આવી જશે. તમામ પ્રકારના ટેસ્ટ માટેની 10થી લઈ 50 સુધીની કીટ ઉપલબ્ધ હશે.
આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં લગ્નના નોંધણીના પ્રમાણપત્રમાં ફોટો લગાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જન્મ મરણના સર્ટિફિકેટમાં નામ પાછળ ભાઈ કે બહેન લખવાના સુધારા માટે વોર્ડમાં અરજી કરી શકે છે અને ત્યાંથી જ તેમને સુધારા કરી આપવામાં આવશે જેથી જમાલપુર સુધી તેમને ધક્કો ખાવો પડે નહીં.


