અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને કહેતા દુઃખ થાય છે, પરંતુ કંબોડિયા અને થાઇલેન્ડે આજે ફરી યુદ્ધ શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે મને કાલે એક ફોન કરવો પડશે. હું એક ફોન કરીને બે ખૂબ શક્તિશાળી દેશો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનું યુદ્ધ રોકીશ. તેઓ ફરી એકબીજા સાથે લડી રહ્યા છે. પરંતુ હું એવું કરીશ. તેથી જ અમે શક્તિના બળ પર શાંતિ સ્થાપિત કરી રહ્યા છીએ.એટલે કે હવે ટ્રમ્પને તેનો પણ શ્રેય લેવો છે.
બંને દેશની સરહદ પર ફાઇટર જેટ પણ કરાયા તૈનાત
આપને જણાવી દઇએ કે ગઇ 7 ડિસેમ્બરે કમ્બોડિયન સૈનિકોએ થાઇલેન્ડની સરહદે લાગતા સી સાકેત રાજ્યના કન્થારાલાક જિલ્લાના ફુ ફા લેક્ઇ-પ્લાન હિન પેટ કોન વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ થાઇલેન્ડે એરસ્ટ્રાઈક કરીને તેના જવાબ રૂપે હુમલો કર્યો. 8 ડિસેમ્બરનાં રોજ ઉબોન રત્ચાઠાની પ્રાંતના નાંમ યૂએન જિલ્લાના ચોંગ આન મા વિસ્તારમાં સરહદ પર અથડામણો થઈ અને હવાઈ હુમલાઓ પણ કરવામાં આવ્યા. હાલ બંને દેશોને સરહદ પર ફાઇટર જેટ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
જુલાઇમાં પણ થયુ હતુ કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધ
આ વર્ષના જુલાઈ મહિનામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. પાંચ દિવસ બંને દેશો વચ્ચે એકબીજા પર ભીષણ હુમલા કરાયા હતા. ત્યારબાદ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં આવી હતી, ટ્રમ્પે ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં બંને દેશો વચ્ચે એક મોટા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા.
પરંતુ આ યુદ્ધવિરામ ફક્ત બે મહિના જ ચાલ્યો. થાઇલેન્ડે કહ્યું કે તે કંબોડિયા સાથે યુદ્ધવિરામ કરારનો કરી રહ્યું છે પરંતુ ત્યાંથી હુમલા બાદ જ અમે હુમલો કરી રહ્યા છીએ. જયારે કંબોડિયાએ તેમની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ આ યુદ્ધમાં પાછા નહી પડે અને થાઈલેન્ડને પોતાની શક્તિ બતાવશે.


