- શ્યોપુરમાં ભાજપના કાર્યકરના ઘરે પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી
- સ્વ-સહાય જૂથોની મદદથી બહેનોની કમાણી સતત વધી
- બહેનો આત્મનિર્ભર બનીને સ્વાભિમાનથી જીવે, અમારો સંકલ્પ
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે જ્યાં એકતરફ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના નામ પર ભાજપમાં મંથન ચાલી રહ્યું છે તો બીજી બાજુ પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પોતાના કાર્યકાળ દરમિયાનની પોતાની યોજનાઓના ગુણગાન ગાતા થાકી નથી રહ્યા. એક મુલાકાતમાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે હવે તમામ બહેનોને લાડલી બહેના બાદ હવે લખપતિ બહેના બનાવવાની નીતિઓ તૈયાર છે.
શ્યોપુરમાં ભાજપના કાર્યકરના ઘરે પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજે હું મારી બહેનના ઘરે આવ્યો છું અને બહેનોએ આપેલો પ્રેમ અને આશીર્વાદ અવિશ્વસનીય છે. તેમણે રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા… હવે લાડલી બહેના બાદ બહેનોને કરોડપતિ બનાવવાની નીતિઓ તૈયાર છે અને સ્વ-સહાય જૂથોની મદદથી તેમની કમાણી સતત વધશે અને તેઓ ગરીબીમાંથી મુક્ત થઈને આત્મનિર્ભર બનીને સ્વાભિમાન અને ખુશીની સાથે પોતાનું જીવન વ્યતીત કરશે. આ અમારો સંકલ્પ છે.


