- છોટાઉદેપુરમાં મકાનનું નિર્માણ કરવા માટે રેતી ક્યાં લેવા જવી તે પ્રશ્ન
- ઓરસંગ નદી પાણીના સૂકાવાથી કોરી થઈ જે રેતી માફ્યિાઓને આભારી
- સ્થાનિકોને આકરા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ભોગવવી પડે તેવા સંકેત
છોટાઉદેપુર જિલ્લામાં કુલ 9 જેટલી નદીઓ આવેલી છે જેમાં ઓરસંગ, હેરણ, મેણ, અશ્વિન, ઉચ્ચ, સુખી, સાપેણ, બીહેણ, ધાઢારનો સમાવેશ થાય છે. જે ઉનાળો ધમધોકાર તપતા એકદમ સૂકાઇ ગઈ છે. જ્યારે બેફમ રેતી ખનન ને કારણે હવે કાંકરા અને પથ્થરો જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લા વાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવવી હશે તો આવનારા દિવસોમાં ભારે મુશ્કેલી પડશે. રેતીનું બેફમ ખનન થતા જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે. આડેધડ રેતીનું ખોદકામ થતા પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે જ્યારે પાણી પૂરતું ગળાઈ ને વોટરવર્ક્સમાં આવતું પણ નથી. અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે પરંતુ કોઈ અટકાવી શક્યું નહિ હવે આવનારા દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગનદી મધ્યપ્રદેશના ભાભરા ના જંગલમાંથી નીકળે છે. જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે. પરંતુ રેતીનું બેફમ ખોદકામ થતા હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે. જેમાંથી છોટાઉદેપુર નગરની 35 હજાર જેટલી વસ્તી ને તથા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનાર દિવસોમાં પાણીની ગંભીર સમસ્યા નો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે. ભારે રેતી ખોદકામ ને કારણે ઓરસંગ હવે કોરી ધાકડ થઈ ગઈ છે. નવો બનાવવામાં આવેલ રેલવે બ્રિજને તથા છોટાઉદેપુર નગરને જોડતા કવાંટ તરફ્ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ્ જતા બ્રિજને પણ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. શુ આ અંગે તંત્ર અજાણ હશે? તેમ પ્રજાજનો માં ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર નગરમાં કવાંટ તરફ્ જતા બ્રિજની નીચે અને અલીરાજપુર તરફ્ જતા બ્રિજની આસપાસ લિઝ આવેલ નથી છતાં પણ ભારે ખોદકામને કારણે કાંકરા તથા પથ્થરો દેખાઈ રહ્યા છે. અલીરાજપુર બ્રિજ પાસે તથા ફ્તેપુરા વારીગૃહ ના કુવાની ચેનલ આવેલી હોય રેતીના સ્તર ઓછા થતા ચેનલોને પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. અને પાણીના સ્તર પણ ઊંડા જતા રહે છે. ચેક ડેમ બનાવ્યો પણ તેમાં પણ પાણીના ઠેકાણા નથી ગંદુ પાણી એકત્રિત થાય છે એક તરફ્ ઓરસંગનદી માં પાણી સુકાવા લાગ્યું છે. જ્યારે અંદાજિત રૂ 7 કરોડના ખર્ચે ઓરસંગનદી ઉપર નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે જેમાં ગંદુ પાણી એકત્રિત થતું હોય અને અશુદ્ધ મળતું હોય તેવી પણ ફરિયાદો ઉઠી હતી.
પરંતુ હાલ હાફેશ્વરથી વેચાતું પાણી મંગાવવું પડે છે જેથી રાહત છે. આ સાથે ભવિષ્યમાં ઓરસંગ નદી કિનારે વસતી પ્રજા જે ઓરસંગ આધારિત પાણી મેળવે છે. તેને આકરા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે.
છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગનદી માં હવે રેતી દેખાતી નથી. જ્યારે નગરની પ્રજાએ મકાનના ચણતર માટે રેતી જોઈતી હશે તો ક્યાં લેવા જશે જે નગરજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. નદીમાં ગેરકાયદેસર બેફમ રેતીના ખોદકામને કારણે નદી કિનારે આવેલ પાણીના કુવા તથા બોરના સ્તર પણ ઊંડા ઉતરી જાય છે. પરંતુ વજન ના કારણે પગલાં ભરી શકાતા નથી તેમ પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.


