- નાયબ નિયામક અધિકારીએ પકડયું સમગ્ર કૌભાંડ
- જાતિ વિભાગના અધિકારીને શંકા જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું
- 4 જેટલા લોકોને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને લવાયા
રાજયમાં વધુ એક નકલીનું કૌભાંડ પકડાયું છે. જેમાં હવે રાજકોટમાં ડુપ્લીકેટ લિવીંગ સર્ટિફિકેટ (LC) બુક પણ સામે આવી રહી છે. આ સાથે જ ફરી એકવાર નકલી બનાવટની મોટી ઘટના સામે આવી છે. રાજકોટમાં તોડબાજો દ્વારા 3500 રૂપિયામાં LC કાઢી આપવાનું મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટ બહુમાળી વિકસતી જાતિ વિભાગના અધિકારીને જાતિના દાખલો કઢાવવા મામલે શંકા ગઈ હતી. જેમાં જાતિના દાખલો કઢાવવા માટે ડુપ્લીકેટ LC મૂકયું હોય તેવું લાગ્યું હતું. જેમાં તપાસ કરતાં નાયબ નિયામક અધિકારીએ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
જાતિના પ્રમાણપત્ર માટે આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાની વિગતો સામે આવતા નાયબ નિયાક અધિકારીએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે. આ મામલે તપાસમાં 4 જેટલા લોકોને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા છે. મહુવા અને દ્વારકા ના LC રજૂ કર્યા હતા.
એટલું જ નહીં પકડાયેલા ચારેય શખ્સો બહુમાળીમાં એજન્ટ તરીકે બેસતા હતા. વચેટીયાઓ દ્વારા ડુપ્લીકેટ એલ.સી કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રદ્યુમન નગર પોલીસે ડુપ્લીકેટ એલ.સી કાઢનાર 4 શખ્સોની અટકાયત કરી હતી અને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.


