By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    9 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા નૃસિંહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા નૃસિંહ

agragujaratnews
Last updated: 2024/05/09 at 1:30 PM
2 years ago
Share
શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા નૃસિંહ
SHARE

  • ક્રોધિત હિરણ્યકશિપુએ થાંભલા પર તલવાર વડે પ્રહાર કર્યો. તે જ વખતે થાંભલાને ચીરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ ગયા

પ્રહ્લાદે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.

વૈશાખ મહિનામાં સુદ પક્ષની ચૌદશે નૃસિંહ જયંતી આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહે થાંભલાને ચીરીને ભક્ત પ્રહ્લાદનું રક્ષણ કરવા માટે અવતાર લીધો હતો. આથી આ દિવસ તેમના જયંતી ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. નૃસિંહ જયંતીના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ.

પ્રાચીનકાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ પાડ્યું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ વરાહ રૂપ ધરીને માર્યો હતો જ્યારે તે પૃથ્વીને પાતાળલોકમાં લઈ ગયો હતો.

બસ, થવાનું શું હતું? આ જ કારણે હિરણ્યકશિપુ વિષ્ણુ પર ક્રોધિત થયો. તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ (બદલો) લેવા માટે ઘોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યાં. તેણે વરદાનમાં માંગ્યું કે હું અસ્ત્રથી ન મરું કે શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું કે જાનવરથી ન મરું, વરસના બારે મહિનામાં હું ન મરું. બ્રહ્માજીએ તેને `અજેય’ થવાનું વરદાન આપ્યું. આ વરદાન મળતાં જ તેની મતિ મલિન થઈ ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો.

આ જ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પ્રહ્લાદ પાડવામાં આવ્યું. ધીરેધીરે પ્રહ્લાદ મોટો થવા લાગ્યો. અચરજની વાત તો એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.

હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે ઘણા અત્યાચાર ગુજારતો હતો, પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહ્લાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણા પ્રયત્નો કર્યા. ઘણી યુક્તિઓ કરી, નીતિ-અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહ્લાદ પોતાના માર્ગથી ડગ્યો નહીં. છેલ્લે તેણે પ્રહ્લાદની હત્યા કરવા માટે ઘણાં ષડ્યંત્રો રચ્યાં, તેણે માણસો પાસે પ્રહલાદ ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો ઘણા પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા જ મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો.

એક વાર હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં. આથી પ્રહ્લાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી અને એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહ્લાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાંની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહ્લાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહ્લાદનો વાળ પણ વાંકો ન થયો.

જ્યારે હિરણ્યકશિપુનો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી અને પ્રહ્લાદને પૂછ્યું- `દેખાડ, તારો ભગવાન ક્યાં છે?’

પ્રહ્લાદે વિનમ્ર ભાવથી કહ્યું, `પિતાજી! ભગવાન તો સર્વત્ર છે.’

`શું તારો ભગવાન આ સ્તંભ (થાંભલા)માં પણ છે?’

`હા! આ થાંભલામાં પણ છે.’

આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ થાંભલા પર તલવાર વડે પ્રહાર કર્યો. તે જ વખતે થાંભલાને ચીરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ ગયા અને હિરણ્યકશિપુને પકડીને પોતાની જાંઘ પર રાખીને તેની છાતી પોતાના નખો વડે ફાડી નાખી. આમ તેમણે પ્રહ્લાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહ્લાદના કહેવાથી ભગવાન શ્રી નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યો તથા પ્રહ્લાદની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 1 day ago
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?