- દેશમાં ઠેર-ઠેર પ્રદર્શન વચ્ચે વધુ એક પરીક્ષા રદ્દ કરી દેવાઈ
- બે દિવસ અગાઉ નીટની પરીક્ષા રદ્દ કરાઈ હતી
- ગઈકાલે શિક્ષણ પ્રધાને દોષિતોને નહીં છોડવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો
આખા દેશમાં અત્યારે નેટ પેપર લિક અને યુઝીસી નેટ પરીક્ષા રદ્દ કરવાને લઈ હોબાળો મચ્યો છે. દેશના જુદાજુદા રાજ્યોમાં આ મુદ્દે પ્રદર્શન પણ થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે હવે નેશનલ ટેસ્ટિંગ એઝન્સી એટલે કે NTAએ વધુ એક પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. NTAએ CSIR UGC NET પરીક્ષા 2024ને રદ્દ કરવાની જાહેરાત કરી છે. જાણો આ પરીક્ષા રદ્દ કરવા પાછળ NTAએ કયું કારણ દર્શાવ્યું છે.
કારણ શું દર્શાવ્યું ?
NTAએ કહ્યું છે કે લોજિસ્ટિક સમસ્યાઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NTA દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન-2024 જે 25.06.2024 થી 27.06.2024 વચ્ચે યોજાવાની હતી. અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
હવે પરીક્ષા ક્યારે લેવાશે?
NTA એ તેની સૂચનામાં જણાવ્યું છે કે આ પરીક્ષા આયોજિત કરવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. NTAએ વિદ્યાર્થીઓને કોઈ નવા વિશે માહિતી આપી નથી
અપડેટ માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી
અધિકૃત વેબસાઇટ https://csimet.nta.ac.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, કોઈપણ પ્રશ્નો અથવા સ્પષ્ટતા માટે, ઉમેદવારો NTA હેલ્પ ડેસ્કને 011- 40759000 અથવા 011-69227700 પર કૉલ કરી શકે છે અથવા NTA ને csirnet@nta.ac.in પર લખી શકે છે.
CSIR UGC NET પરીક્ષા શું છે?
સંયુક્ત CSIR UGC NET પરીક્ષા ભારતીય નાગરિકોને હકદાર બનાવે છે જેઓ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને લેક્ચરશિપ/આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ માટે UGC દ્વારા નિર્ધારિત પાત્રતા માપદંડોને સંતોષે છે.