આ વખતે આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. જેમાં રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેટલાક ખેલાડીઓ આ વખતે વેચાયા વગરના રહ્યા. વેચાયા વગરના રહી ગયા બાદ હવે આ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, જેમાંથી એક છે ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન બેન ડકેટ. જેનું બેટ ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં આગ લગાવી રહ્યું છે.
બેન ડકેટ અનસોલ્ડ રહ્યો
આ વખતે આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં બેન ડકેટની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ મેગા ઓક્શનમાં આ ખેલાડીને કોઈ ખરીદદાર મળ્યો નથી. વેચાયા વગરના રહી ગયા બાદ હવે બેન ડકેટના બેટે જાદૂ ચલાવ્યો છે. આ દિવસોમાં બેન ડકેટ ન્યૂઝીલેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમનો ભાગ છે. બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બીજી મેચમાં ડકેટે 112 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે આ મેચમાં તે સદી ચૂકી ગયો હતો.
આ ટીમોને ફાયદો થઈ શક્યો હોત
બેન ડકેટ એક શાનદાર વિકેટકીપર બેટ્સમેન છે. આ ખેલાડીની હાજરીથી આરસીબીથી લઈને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોને ફાયદો થઈ શક્યો હોત. કારણ કે આ બંને ફ્રેન્ચાઈઝીને મેગા ઓક્શનમાં વિકેટકીપર બેટ્સમેનની જરૂર હતી.
બેન ડકેટને આઈપીએલમાં રમવા માટે રાહ જોવી પડશે
જો બેન ડકેટના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 31 ટેસ્ટ, 16 વનડે અને 12 ટી20 મેચ રમી ચૂક્યો છે. અત્યાર સુધી આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં 2255 રન બનાવ્યા છે જેમાં 4 સદી સામેલ છે. આ સિવાય તેણે વનડેમાં 700 રન અને ટી20માં 315 રન બનાવ્યા છે. જોકે આ ખેલાડીએ હજુ સુધી IPLની એક પણ સિઝન રમી નથી. હવે બેન ડકેટને આઈપીએલમાં રમવા માટે રાહ જોવી પડશે.


