પાકિસ્તાનની ધરતી પર રમાઈ રહેલી ત્રિકોણીય સિરીઝમાં, ન્યુઝીલેન્ડે 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યુઝીલેન્ડે અગાઉ પાકિસ્તાનને હરાવ્યું હતું.
10 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસનનું બેટ જોરથી બોલ્યું. તેને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના રેકોર્ડ તોડી નાખ્યા.
વિલિયમસન બન્યો હીરો
આ મેચમાં કેન વિલિયમસન ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 7 હજાર રન પૂર્ણ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. આ મેચની મદદથી તેને 159 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. પહેલા નંબર પર હાશિમ અમલા છે, જેને 150 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 7 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે, જેને 161 ઈનિંગ્સમાં 7 હજાર રન બનાવ્યા હતા. જ્યારે એબી ડી વિલિયર્સ 166 ઈનિંગ્સ સાથે ચોથા સ્થાને છે. સૌરવ ગાંગુલી 174 ઈનિંગ્સ સાથે પાંચમા સ્થાને છે.
વનડેમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર બેટ્સમેન
હાશિમ અમલા – 150 ઈનિંગ્સ
કેન વિલિયમસન – 159 ઈનિંગ્સ
વિરાટ કોહલી – 161 ઈનિંગ્સ
એબી ડી વિલિયર્સ – 166 ઈનિંગ્સ
સૌરવ ગાંગુલી – 174 ઈનિંગ્સ
રોહિત શર્મા – 181 ઈનિંગ્સ
વિલિયમસને રમી શાનદાર ઈનિંગ
ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસને 113 બોલમાં 133 રનની ઈનિંગ રમી. તેને લગભગ બધી દિશામાં શોટ રમ્યા. પોતાની ઈનિંગ દરમિયાન વિલિયમસને 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. તેને 117.70 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. આ મેચમાં વિલિયમસન ખૂબ જ સારી સ્થિતિમાં જોવા મળ્યો. તે લગભગ દરેક પ્રકારના ક્રિકેટ શોટ રમ્યો. આ જ કારણ હતું કે દક્ષિણ આફ્રિકાનો કોઈ પણ ખેલાડી વિલિયમસનને આઉટ કરી શક્યો નહીં.
આવી રહી મેચની સ્થિતિ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 304/6 રન બનાવ્યા. ટીમ તરફથૂ મેથ્યુ બ્રિત્ઝકે શાનદાર પ્રદર્શન કર્યું. તેને પોતાની વનડે ડેબ્યૂ મેચમાં 148 બોલમાં 150 રન બનાવ્યા હતા. પરંતુ બ્રિત્ઝકેની ઈનિંગ્સ આફ્રિકાને મદદ કરી શકી નહીં કારણ કે લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડે 48.4 ઓવરમાં 308/4 રન બનાવીને મેચ જીતી લીધી.


