- દિલ્હીમાં ઓડ ઇવન લાગુ નહી કરાય
- વરસાદને લીધે કેજરીવાલ સરકારે લીધો નિર્ણય
- દિલ્હીમાં વરસાદ થતા વાયુ પ્રદૂષણની સ્થિતિ સુધરી
દિલ્હીમાં વરસાદને કારણે બદલાયેલા હવામાનને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે ઓડ-ઈવન નિયમને લઈને નવો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે હાલમાં લાગુ કરવામાં આવેલ ઓડ-ઈવન દિલ્હીમાં લાગુ નહીં થાય. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યોજાનારી ઓડ-ઈવનને મોકૂફ રાખવામાં આવી છે. ઘટતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
વરસાદને કારણે પ્રદૂષણમાં સુધારો
ગોપાલ રાયે કહ્યું કે નિર્ણય પાછળનું કારણ વરસાદ અને પવનના કારણે પ્રદૂષણના સ્તરમાં સુધારો છે. તેથી દિલ્હી સરકાર દિવાળી પછી પ્રદૂષણની સમીક્ષા કરશે અને ત્યાર બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. અમે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો, તેનો લેખિત આદેશ આવ્યા બાદ અમે આગળની રણનીતિ બનાવીશું.
અચાનક જોવા મળ્યો હતો વાતાવરણમાં પલટો
તેમણે જણાવ્યું કે રાત્રિથી હવામાનમાં આવેલા ફેરફારને કારણે પ્રદૂષણમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જો કે દિવાળી પછી ફરીથી પ્રદૂષણ અંગેની સમીક્ષા કરાશે. તો બીજી તરફ જ્યારે GRAP-4 હેઠળ બંધ કરાયેલી ટ્રકોની એન્ટ્રી અન્ય ઘણી સરહદો પરથી થઇ રહી હોવાની માહિતી મળી હતી જે ધ્યાને આવતા કેબિનેટના ઘણા સાથીદારો રિયાલિટી ચેક માટે મેદાનમાં આવ્યા હતા.