- શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર સંકટના વાદળ
- દિલ્હીના પ્રદૂષણે વધારી બંને ટીમની મુશ્કેલી
- બંને ટીમે પ્રેક્ટિસ સેશન રદ કર્યું
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં 6 નવેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે થનારી મેચ પર સંકટના વાદળ છવાયા છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ અરૂણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમવાથી ખુશ નથી. પહેલાં બાંગ્લાદેશે પ્રેક્ટિસ સેશન રદ કર્યું હતું, ત્યારે હવે શ્રીલંકાએ પણ પ્રેક્ટિસ સેશન રદ કર્યું છે.
બંને ટીમે પ્રેક્ટિસ ન કરવાનો લીધો નિર્ણય
બાંગ્લાદેશના શિડ્યૂલ અનુસાર, બાંગ્લાદેશની ટીમ 3 નવેમ્બરે સાંજ પહેલાં પ્રેક્ટિસ કરવાની હતી, પરંતુ દિલ્હીની ખરાબ હવાને ધ્યાનમાં રાખી ટીમ મેનેજમેન્ટે નિર્ણય બદલીને પ્રેક્ટિસ સેશન રદ કર્યું છે. બાંગ્લાદેશ ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, અનેક ખેલાડીને હોટલ બહાર નિકળ્યા બાદ ઉઘરસની સમસ્યા થઈ હતી. હવે શ્રીલંકાની ટીમે પણ પ્રેક્ટિસ સત્રમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા તરફથી પણ પ્રદૂષણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલમાંથી બહાર
બાંગ્લાદેશ 2023ના વર્લ્ડકપથી એલિમિનેટ થનારી પ્રથમ ટીમ બની છે. ગત મંગળવારે બાંગ્લાદેશે પાકિસ્તાન વિરુદ્ધ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 7 વિકેટે મેચ ગુમાવી હતી. જે બાદ ટીમ ટૂર્નામેન્ટથી એલિમિનેશન થઈ હતી. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને હવે 8મી મેચ શ્રીલંકા વિરુદ્ધ રમશે. ટીમની 7 મેચમાંથી માત્ર 1 મેચમાં જીત થઈ છે. શાકિબ અલ હસનના નૈતૃત્વવાળી બાંગ્લાદેશ ટીમની અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં 6 વિકેટે હાર થઈ હતી.