- વિરાટ કોહલીએ વનડે કારકિર્દીની પાંચમી વિકેટ લીધી
- વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9 વિકેટ લીધી
- વિરાટ કોહલીએ સ્કોટ એડવર્ડસને આઉટ કર્યો
વિરાટ કોહલી નેધરલેન્ડ સામે વર્લ્ડકપ 2023ની છેલ્લી લીગ મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ચાહકોની માંગ પૂરી કરીને રોહિત શર્માએ કોહલીને બોલ સોંપ્યો હતો. અગાઉ સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો કોહલીને બોલિંગ કરવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. કોહલીએ તેની બીજી અને ઈનિંગની 25મી ઓવરમાં કોહલીએ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને વિકેટકીપિંગમાં કેચ આઉટ કરાવી દીધો. અનુષ્કા શર્માના રિએક્શન વિશે વાત કરીએ તો તે ખૂબ જોરથી હસતી જોવા મળી હતી. મેચ જોવા માટે અનુષ્કા સ્ટેડિયમમાં હાજર છે.
વિરાટ કોહલીની બોલિંગ કારકિર્દી
વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ પાંચમી વિકેટ હતી. . વિરાટ કોહલીની પાંચ વિકેટમાં એલિસ્ટર કુક, કિઝવેટર, કવિન્ટન ડી કોક, બ્રેન્ડમ મેકકુલમ અને સ્કોટ એડવર્ડસનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલમાં 4 વિકેટ પણ લીધી છે. એટલે કે કોહલીની આ એકંદરે 9મી આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. કોહલીએ 9 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લીધી. ટૂર્નામેન્ટની શરૂઆતમાં, બાંગ્લાદેશ સામેની મેચમાં, કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા હતા, ત્યારબાદ ચાહકો સતત કોહલીને બોલિંગ કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા. આજે રોહિત શર્માએ ચાહકોની માંગ પૂરી કરી અને કોહલીને બોલિંગ કરાવી હતી.
વિરાટ કોહલીનું વર્લ્ડકપમાં પ્રદર્શન
વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ભારતની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે 51 રનની ઇનિંગ રમીને તેણે સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટર ડી કોક અને ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રને પાછળ છોડી દીધા છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે, જેમાં તેણે 99.00ની એવરેજ અને 88.52ની સ્ટ્રાઈક રેટથી 594 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલી ત્રણ વખત નોટઆઉટ પેવેલિયન પરત ફર્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 103 રન છે.


