મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુંકના વિરોધમાં કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા મોરબી જિલ્લા કોંગ્રેસ અસ્ત થવાને આરે આવી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુંક કરતા અગાઉ પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ અને મુકેશ ગામીએ રાજીનામુ આપ્યા બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઈ એરવાડીયા, મહામંત્રી પ્રકાશભાઈ બાવરવા અને ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિડજા તથા ઉપપ્રમુખ રામજીભાઈ રબારી અને માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઇ રબારીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. સાથે જ મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જાનમામદ ચાનીયાએ પણ રાજીનામું આપી દીધું છે.