- ઓમાનના અધિકારી અને નેવી અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
- ઓઈલ ટેન્કરના ક્રૂ સભ્યોમાં ભારતીય અને શ્રીલંકન નાગરિકોનો સમાવેશ
- ઓમાન પાસે દરિયામાં એક ઓઈલ ટેન્કર પલ્ટી જતા મોટી દુર્ઘટના
ઓમાન પાસે દરિયામાં એક ઓઈલ ટેન્કર ડૂબી જવાની ચકચારી ઘટના સામે આવી છે. જો કે આ જહાજમાં 13 ભારતીયો હોવાનું સામે આવ્યું છે. જેથી 13 ભારતીય સહિત કુલ 16 સભ્યોનો કોઈ અતોપતો નથી. દેશની દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ ઓઈલ ટેન્કર ડૂબવાની જાણકારી આપ્યા પછી એક દિવસ થયો છતાં આ ગુમ થયેલા લોકોની કોઈ જાણકારી સામે નથી આવી.
ઓમાન સેન્ટરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં એક પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં એવા જાણકારી અપાઈ છે કે પ્રૅસ્ટિઝ ફાલ્કના ક્રૂ સભ્યોમાં 13 ભારતીય નાગરિક અને ત્રણ શ્રીલંકન સામેલ છે. જહાજ ડૂબી ગયું છે. જો કે જહાજ દરિયામાં પલટી જઈને ફરી સ્થિર થયું હતું જેથી ઓઈલ દરિયામાં લિક થયું તે અંગેની માહિતી નથી અપાઈ.
ઓમાનના દુકમ બંદર પાસે ટેંકર પલટી ગયું
એક શિપિંગ ડેટાથી જાણવા મળે છે કે ઓઈલ ટેંકર યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું અને ઓમાનના પ્રમુખ ઔદ્યોગિક બંદક દુકમ પાસે પલટી ગયું હતું. શિપિંગ ડેટા અનુસાર આ જહાજ વર્ષ-2007માં બનાવવામાં આવ્યું હતું. જે 117 મીટલ લાંબું ઓઈલ ઉત્પાદન ટેંકર છે. આવા નાના ટેંકરોનો ઉપયોગ સામાન્ય રીતે નાના તટ પર જવા-આવવા કરવામાં આવે છે.
ઓમાનથી મળતી માહિતી મુજબ સોમવારે મોડીરાત્રે રિપોર્ટ આપ્યો હતો કે જેમાં ઓમાનના અધિકારીઓ નેવી અધિકારીઓ સાથે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.
દુકમનું બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવેલું છે. જે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગૅસ ખનન પ્રોજેક્ટની નજીક છે. જેમાં એક પ્રમુખ ઓઈલ રિફાઈનરી પણ સામેલ છે. જે દુકમના વિશાળ ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો છે, જે ઓમાનનો સૌથી મોટો સિંગલ આર્થિક પ્રોજેક્ટ છે.


