- ફ્રાંસના રાષ્ટ્રપતિ અને અમેરિકી રાષ્ટ્રપતિ સૈનિકના લગ્નમાં સામેલ થયા
- દ્વિતીય વિશ્વ યુદ્ધ લડેલા અમેરિકી પૂર્વ સૈનિકે 100 વર્ષની ઉંમરે પ્રેમિકા સાથે લગ્ન કર્યા
- બાઈડેન અને મેક્રોને નવદંપતીને લગ્નની શુભકામના પાઠવી
બીજા વિશ્વયુદ્ધમાં સક્રિય રીતે લડેલા અને ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે 100 વર્ષની ઉંમરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને એખ નવો રેકોર્ડ બનાવ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બાઈડેન હેરોલ્ડના લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. બાઈડેન અને મેક્રોને નવા પરિણીત દંપતીને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી. આ લગ્ન ફ્રાન્સ અને અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પૂર્વ સૈનિક હેરોલ્ડે જેની સાથે લગ્ન કર્યા તે ગર્લફ્રેન્ડ પણ 96 વર્ષની છે. હેરોલ્ડની ગર્લફ્રેન્ડ જીન સ્વરલિન છે, જેની સાથે તેણે હવે લગ્ન કર્યા છે. ટેરેન્સ અને સ્વર્લિનના લગ્ન ફ્રાન્સના નોર્મેન્ડીના ડી-ડે બીચ પર સ્થિત ‘ટાઉન હોલમાં’ થયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં 6 જૂન, 1944ના રોજ મિત્ર દેશોના વિમાનોના ઉતરાણ પછી ભીષણ યુદ્ધ થયું હતું, જેણે યુરોપને એડોલ્ફ હિટલરના જુલમમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી.
જ્યાં યુદ્ધ થયું હતું ત્યાં લગ્ન હતા.
હેરોલ્ડ તેમના લગ્ન માટે એ જ જગ્યા પસંદ કરે છે જ્યાં તેઓ બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા હતા. ટેરેન્સ અને સ્વર્લિનના લગ્નમાં હાજર રહેલા કેટલાક લોકો બીજા વિશ્વયુદ્ધના યુગના વસ્ત્રોમાં સજ્જ હતા. જીન સ્વર્લિનએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે, ટેરેન્સે આછા વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. ટેરેન્સે તેને “તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ” ગણાવ્યો અને સ્વરલિનએ કહ્યું, “પ્રેમ ફક્ત યુવાનો માટે જ નથી.” રાત્રિભોજન માટે એલિસી પેલેસમાં.


