અમેરિકામાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે. આજથી બરાબર 73 વર્ષ પહેલા એક છ વર્ષીય બાળક વેસ્ટ ઓકલેન્ડ, કેલિફોર્નિયાના પાર્કમાંથી ગુમ થઈ ગયું હતું. જે હવે પરત આવ્યું છે. એ વખતે લુઈસ અરમાંડો અલ્બિનોની ઉંમર છ વર્ષની હતી. આ ઘટના 21 ફેબ્રુઆરી 1951ની છે. આવામાં લુઈસ હવે બાળકમાંથી વૃદ્ધ થઈ ગયા છે. ઘર પાસે બગીચામાં પોતાના 10 વર્ષીય ભાઈ રોજર સાથે રમી રહ્ય હતો ત્યારે એક મહિલાએ ચોકલેટ ખાવાની લાલચ આપી લુઈસને ત્યાંથી ઉપાડી ગઈ હતી.
ત્યારબાદ લુઈસ પરત ન આવ્યો તે ન આવ્યો. પોલીસે લુઈસને શોધવાનો ભારે પ્રયાસ કર્યો પરંતુ કંઈ ભાળ ન મળી. સૈન્ય જવાનોનો વિસ્તાર શોધી નાખ્યો છતાં ન મળ્યા. ત્યારબાદ એફબીઆઈને પણ તપાસ સોંપી પરંતુ પરિણામ ન આવ્યું. આ દરમિયાન દીકરાના મળવાની આશામાં લુઈસની માનું 92 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. તે પોતાના દીકરાને શોધવા તમામ પ્રયત્નો કરી ચુકી અને આખરે વર્ષ-2005માં તેનું મોત થઈ ગયું હતું.
ભત્રીજીએ કાકાની શોધ ચાલુ રાખી
ત્યારબાદ વર્ષો પહેલા ગુમ થયેલા લુઈસની 63 વર્ષીય ભત્રીજી એલિડા એલેક્કિને કાકાની શોધ ચાલુ જ રાખી હતી. એલિડાના જણાવ્યા પ્રમાણે તેના કાકા હજી જીવતા છે. પરિવારના લોકો તેના વિશે વાત કરતા હતા. ઘરમાં હંમેશા તેઓનો એક ફોટો લાગેલો રહેતો. એલિડા એલેક્કિને ડીએનએ પરીક્ષણ અને જૂના છાપાઓના કટિંગ એકઠા કરવા શરૂ કર્યા અને તપાસ એજન્સીઓની મદદ લીધી. વર્ષ-2020માં ઓનલાઈન ડીએનએ પરીક્ષણ કર્યા પછી એલિાનું ડીએનએ એક શખ્સ સાથે 22 ટકા મળી ગયું. એલિડાને લાગ્યું કે તેની શોધ સમાપ્ત થઈ ગઈ પરંતુ જયારે એલિડાએ આ શખ્સનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો કોઈ જવાબ ન મળ્યો. આનાથી તે નિરાશ થઈ ગઈ હતી.
ખોવાયેલા કાકાને ભત્રીજીએ શોધી કાઢયા
અમેરિકામાં આવેલા ઓકલેન્ડની પબ્લિક લાયબ્રેરીમાં એક દિવસ એલિડાને લુઈસનો એક ફોટો મળી આવ્યો, જે એકદમ તેના કાકા જેવો હતો. તે તરત તેને મળવા પહોંચી ગઈ. જાણવા મળ્યું કે તેના કાકા જ છે. તે તેના કાકાને ઘરે લઈને આવી. લુઈસના મોટા ભાઈ સાથે મુલાકાત કરાવી. લુઈસ પણ પોતાના મોટાભાઈને પકડીને બેસી રહ્યો અને ગળે મળ્યો ખૂબ બધી વાતો કરી. લુસઈની ઉંમર હવે 79 વર્ષની થઈ ચુકી છે, તેમજ પિતા જ નહીં દાદા પણ બની ગયા છે. લુઈસ અલ્બિનો હવે એક નિવૃત્ત ફાયર ફાઈટર અને મરિન કોર્પ્સ છે, જેને વિયેતનામમાં બે વાર મુલાકાત કરી છે. લુઈસના મોટા ભાઈ રોજરની ગત મહિને 82 વર્ષની ઉંમરે કૅન્સરથી મોત થઈ ગચું હતું.


