વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ કોણ નહિ જાણતું હોય. ભૌતિક વિજ્ઞાનમાં ઘણા ફોમર્યૂલા આપનાર આઈન્સ્ટાઈન એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં તેઓનો 85 વર્ષ જૂનો મળ્યો છે. તેઓએ આ પત્ર તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ફ્રેંકલિન ડી રૂઝવેલ્ટને લખ્યો હતો. વર્ષો પછી આ પત્ર ફ્રેંકલિનની લાયબ્રેરીમાંથી મળ્યો છે. આમાં આઈન્સટાઈને પ્રથમવાર અમેરિકાને રાષ્ટ્રપતિને પરમાણુ બોમ્બ બનાવવાન સલાહ આપી હતી.
કરોડોમાં પત્રની હરાજી થઈ
આ પત્ર ઉપર આલ્બર્ટ આઈન્સટાઈનના હસ્તાક્ષર છે. આ પત્ર 3.9 મિલયન ડોલર એટલે કે, 32.7 કરોડ રૂપિયામાં હરાજી થયો. હરાજીની કિંમતે સૌને ચોંકાવી દીધા હતા. સૌના મનમાં બસ એકજ સવાલ છે કે, આખરે આ પત્રમાં એવું શું લખ્યું હતું, જેમાં પત્રની કિંમત કરોડોમાં થઈ.
પત્રમાં શું લખ્યું હતું ?
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ પત્રનું માધ્યમ ફ્રેંકલિન ડી રૂઝવેલ્ટને પરમાણુ બોમ્બથી સાવધાન કરવાનો હતો. આઈન્સ્ટાઈનનું કહેવાનું હતું કે, કદાચ જર્મની પરમાણુ બોમ્બ બનાવવા પર વિચાર કરી રહ્યું છે. અમેરિકાના પણ આ અંગે વિચારવું જોઈએ. આઈન્સ્ટાઈનની આ ચેતવણી પછી બીજા વિશ્વયુદ્ધનો શંખનાદ થયો હતો. અમેરિકાએ પરમાણુ હથિયાર પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ-1945 અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ઝીંકયા પછી જ બીજા વિશ્વયુદ્ધનો વિરામ થયો હતો.
મેનહટન પ્રોજેક્ટ માટે પાયો નાખ્યો
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેમના પત્રમાં લખ્યું હતું કે યુરેનિયમનો ઉપયોગ ઊર્જા સ્ત્રોત તરીકે થઈ શકે છે. આ ખૂબ જ શક્તિશાળી બોમ્બ બનાવશે. અમેરિકાએ આ અંગે તાત્કાલિક કામ શરૂ કરવું જોઈએ. આ પત્ર પછી અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ પત્રે મેનહટન પ્રોજેક્ટનો પાયો નાખ્યો અને થોડા જ વર્ષોમાં અણુબોમ્બ તૈયાર થઈ ગયો હતો.


