- બ્રિટનના યોર્કશાયરમાં હત્યારાની શાપિત ખુરશીને શાપિત તરીકે ઓળખવામાં આવે છે
- મ્યુઝિયમમાં મૂકેલી આ ખુરશી પર જે પણ બેસે તેનુ મોત નક્કી મનાય છે
- 17મી સદીમાં થઈ ગયેલા હત્યારાની ખુરશી પર પ્રેતાત્માનો ઓછાયો હોવાનું મનાય છે
આ સ્ટોરી બ્રિટનના યોર્કશાયરમાં આવેલા થિરસ્ક ગામની એક પબ સાથે સંકળાયેલી છે. જે 17મી સદીના એક કુખ્યાત હત્યારા થોમસ બુસ્બી અને તેની કથિત શાપિત ખુરશીના લીધે પ્રેતાત્મા સ્થળના રૂપમમાં જાણીતી બની ગઈ. એવું મનાય છે કે, વર્ષ-1702માં માર્યા ગયેલા થોમસ બુસ્બીની આત્મા આ જગ્યાએ ભટકે છે જે બાદ પબને બુસ્બી સ્ટૂપના નામથી ઓળખાવા લાગી છે.
મળતી માહિતી અનુસાર, હત્યારા થોમસ બુસ્બી પોતાના સસરા ડેનિયલ ઓટીની સાથ મળીને નકલી સિક્કાને કાયદેસર કરતા હતા. બંને સસરા-જમાઈ એક મિત્રની જેમ એકબીજા પર હક વ્યક્ત કરતા હતા. કામ પછી જ્યારે તેઓ થિરસ્કની ફેવરિટ પબમાં બેસીને દારૂ પીતા હતા. ત્યારે થોમ્બ હંમેશા એક જ ખુરશી પર બેસવાનું પસંદ કરતા. આ ખુરશીને એને એવી રીતે લગાવ થયો કે ન પૂછો વાતા. એક દિવસે એના સસતા ડેનિયલે બેસવાની વાત પર ચિડાઈ ઉઠયો અને પાછળથી પોતાના સસરાની હત્યા કરી નાંખી હતી.
થોમસે પોતાના સસરાની આ પબમાં જ હત્યા કરી નાખી હતી. જે બાદ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લે તેને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો તેને આ ખુરશી પર બેસીને જમવાની વાત કરી હતી. જેથી તેના મોતની પહેલા તેને લોકોને ચેતવણી પણ આપી કે જે કોઈપણ આ ખુરશી પર બેસવાનો પ્રયાસ કરશે તેનું મોત નક્કી થઈ જશે.
શાપિત ખુરશી આખરે દાનમાં આપવામાં આવી
સમયની સાથે આ ખુરખી પર બેઠનારા લોકોની સાથે ખરાબ અનુભવ થવાની સ્ટોરીઓ સામે આવતી ગઈ. જેના લીધે આ ખુરશીની ખ્યાતિ ચોમેર ફેલાવી લાગી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બે પાયલોટ પબમાં આવ્યા અને થોમસની શાપિત ખુરશી પર બેઠા અને પબથી નીકળ્યા કે તરત અકસ્માત થયો અને બંનેના મોત થયા. આ રીતે એક શખ્સ ખુરશી પર બેસતાની સાથે ગૂઢ રીતે મોતને ભેટયો હતો. ત્યારબાદ આ ખુરશીને થિરસ્ક મ્યુઝિયમમાં એ શરતની સાથે દાન કરવામાં આવી કે આને દીવાલની સાથે લટકાવી દેવામાં આવે જેથી તેની પર કોઈ બેસી ન શકે.
વર્ષ-2008માં એક ઘોસ્ટ હંટરે આ પબની તપાસ કરી અને દાવો કર્યો કે તેને થોમસનો અવાજ રેકોર્ડ કર્યો છે. આ અનુભફવ વેડ માટે ખૂબ ડરામણો હતો અને તેને પોતાના પુસ્તકમાં ઉલ્લેખ પણ કર્યો. જો કે હવે આ પબ એક ભારતીય રૅસ્ટોરન્ટમાં તબદિલ થઈ ગઈ છે. પરંતુ થોમસ અને તેની ખુરશીની સ્ટોરી આજે પણ લોકોને ખૂબ રસપ્રદ લાગે છે.


