- એક ન્યૂઝ એન્કર સમાચાર વાંચી રહી હતી ત્યારે માખી મોંમાં આવી જતા એન્કર તેને ગળી ગઈ
- એન્કર માખી ગળી જવાની આખી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
- સોશિયલ મીડિયા પર લોકો આ ન્યૂઝ એન્કરનો પગાર વધારાની માંગ કરી રહ્યા છે
એક ટીવી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કરની સાથે લાઈવ-શો દરમિયાન એક રમૂજી ઘટના બની ગઈ. બન્યું એવું કે એન્કર જ્યારે સમાચાર વાંચી રહી હતી ત્યારે તેના મોંમાં એક માખી ઘુસી ગઈ પરંતુ ચોંકાવનારી વાત એ રહી હતી કે એન્કરે રોકવાના બદલે માખી ગળી ગઈ અને સમાચાર સમગ્ર ફ્લોમાં વાંચતી રહી. બસ પછી તો આ આખી ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ લોકોમાં ઘણા પ્રકારની ચર્ચા છે.
મળતી માહિતી અનુસાર, બોસ્ટનમાં એક સમાચાર એન્કરે ભૂલથી જીવતી માખી ગળી લીધી હતી. તે ગત અઠવાડિયે લાઈવ સમાચાર આપી રહી હતી. ત્યારે જ આ વિચિત્ર ઘટના સર્જાઈ ગઈ. એક માખી તેની આંખ પર ઉડીને બેઠી ત્યાર બાદ સીધી તેના મોંમાં ઘુસી ગઈ. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. અને આખી ક્લિપ વાયરલ થઈ. મહિલા એન્કરને માખી ગળતા અને લાઈવ શોને ચાલુ રાખતા દર્શાવાઈ હતી. જાણે કશું જ બન્યું નથી.
સોશિયલ મીડિયા એક્સ હેંડલથી નિકિતા નામની યુઝરે આ આખી ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું કે, બોસ્ટનની એન્કરે જીવતી માખી ગળી લીધી હતી. પરંતુ સમાચાર એવી રીતે વાંચતી રહી કે જાણે કશું જ બન્યું નથી. જેથી કેટલીક સેકન્ડની આ ક્લિપ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. નેટિજન્સ એન્કરના પ્રોફેશનલિઝ્મના વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ સમાચાર વાંચતી એન્કરનો પગાર વધારવાની ભલામણ પણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, કેટલી પ્રોફેશનલ છે આ. કોઈ ડર નથી, કોઈ પ્રતિક્રિયા નથી. કોઈ બીજું હોત તો કદાચ એવું ન કરી શકે. જે આ ન્યૂઝ એન્કરે કર્યું. આ તેની યાદગાર પળ છે. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, બાપડી મહિલા. આ વ્યવસ્યાની આ પરિભાષા છે. સારું-નરસું બધુ એકસાથે સહન કરવું પડે છે. એક બીજા યુઝરે કોમેન્ટ કરી કે હું દંગ રહ્યો કે આ ન્યૂઝ એન્કરે પોતાની આંખો પણ બંધ ન કરી. તેને પગાર વધારાની જરૂર છે. એક અન્ય યુઝરે કહ્યું કે જોરદાર પ્રોફેશનલિઝ્મ છે.


