- વીવીઆઈપીની સલામતી, ટ્રાફિકની સમસ્યાને લીધે નિર્ણય
- 10મી વાઈબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે
- કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે
10મી વાઈબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, જેમાં દેશ વિદેશના ડેલિગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વીવીઆઈપી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તથા વીવીઆઈપીઓની સલામતીને ધ્યાનમાં રાખી 10મી જાન્યુઆરી 2024ના બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે 10.30 કલાકને બદલે 12 વાગ્યાનો રહેશે, તેમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.


