- કર્મચારીઓને દિવાળી ટાણે ભેટ
- બંપર ગિફ્ટ અને ખુશીઓની દિવાળી
- સરકાર દ્વારા કરવામાં આવી જાહેરાત
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આ દિવાળી જાણે કે બંપર ગિફ્ટ અને ખુશીઓ વાળી દિવાળી બની હોય તેમ લાગી રહ્યું છે. ફિક્સ પેમાં વધારો, બોનસ વગેરેની જાહેરાતો બાદ હવે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મોંઘવારી ભથ્થું હવે 1 જુલાઈ 2021થી ચૂકવવામાં આવશે.
દિવાળી પહેલા અને દિવાળીના સમયે સરકારે જાણે કે પોતાના કર્મચારીઓ માટે તેની તિજોરી ખુલ્લી મૂકી દીધી છે તેમ લાગી રહ્યું છે. આ દિવાળી સરકારી કર્મચારીઓ માટે હકીકતે ખુશીઓ અને બોનસ વાળી દિવાળી બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. હકીકતે ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાને લઈને જાહેરાત કરાઈ છે. આ જાહેરાત અનુસાર પાંચમું પગાર પંચ લેતા કર્મચારીઓ માટે મોટી ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં સરકારે તેમના માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021થી ગણવાનું નક્કી કર્યું છે અને આ મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારના આધારે તેના મહત્તમ 365 ટકા જેટલું ગણીને ચૂકવવામાં આવશે.
જો કે આ મામલે એક અન્ય એક મોટી જાહેરાત એવી પણ કરવામાં આવી છે કે સરકારી સંસ્થાઓ આ મોંઘવારી ભથ્થાને લઈને પોતાની રીતે નિર્ણય કરી શકશે. તેમને વ્યક્તિગત રીતે સંસ્થાકીય નિર્ણય લેવાનો રહેશે, એટલે વિવિધ સરકારી નિગમો કે જાહેર સાહસો કે ઉપક્રમોના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું કેટલું મળશે તે સંસ્થા અથવા નિગમ અથવા કંપનીના મેનેજમેન્ટ દ્વારા ગણતરી કરવામાં આવશે.
આ મામલે બોર્ડ, નિગમ કે કંપનીની આર્થિક સ્થિતિને પણ ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે. કોઈ પણ બોર્ડ, સરકારી નિગમ, જાહેર સાહસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા અને મહાનગરપાલિકા પણ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય કરવા માટે સક્ષમ હશે. આમ કર્મચારીને ભથ્થું જે તે સંસ્થાની ગણતરી પ્રમાણે જ ચૂકવાશે. આમ જે પણ નગરપાલિકા કે નિગમમાં જેટલી સભ્ય સંખ્યા હોય અને સાથે જ જે-તે બોર્ડની જેવી આર્થિક પરિસ્થિતિ હશે તેના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી કરીને તેને ચૂકવવામાં આવશે.


