ભાજપ દ્વારા ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા હતા.
પાટણ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા ગત સમયમાં લોકસભાના ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરાતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ સિધ્ધપુર વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નામનો કળશ ઢોળ્યો છે ત્યારે ચંદનજી ઠાકોર ઠાકોર સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે તેમજ આ બેઠક પર ઠાકોર સમાજના મતદારોની સંખ્યા પણ વધારે હોવાથી બંને પક્ષો દ્વારા સામસામે ઠાકોર ઉમેદવાર ઉતારતાં આ બેઠક પર ભારે રસાકસીભરી ચૂંટણી જામશે તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે
ગતરોજ કોંગ્રેસ પક્ષની યોજાયેલી બેઠકમાં ઉમેદવાર ની ત્રીજી યાદી જાહેર કરવામાં આવતાં ગુજરાત માંથી ૧૧ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાંથી પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના સિધ્ધપુર વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવતાં કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે રાત્રે પાટણ શહેરની અંદર આવેલ બગવાડા દરવાજા ખાતે પાટણ ધારાસભ્ય ડો કીરીટ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ, ડો બાબાસાહેબ આંબેડકર તેમજ સિધ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર પર કર્યા બાદ ઢોલ શરણાઈના સુર સાથે ફટાકડા ફોડીને ભારે જસ્ટના મનાવવામાં આવ્યો હતો તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરાતા લોકસભાના વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે


