- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- વિશ્વ ચિલ્ડ્રન્સ ડે પર ઇઝરાયેલે બંધક બાળકોને પરત લાવવા અપીલ
- ઇઝરાયેલની સેનાએ બંધક 30 બાળકોની તસવીરો કરી શેર
વિશ્વ ચિલ્ડ્રન્સ ડે પર ઇઝરાયેલે બંધક બનાવવામાં આવેલા 30થી વધુ બાળકોની તસવીરો શેર કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે.ઈઝરાયલી દળો ગાઝામાં ઘૂસી ગયા છે અને હમાસના આતંકવાદીઓને જમીની સ્તર પર ખતમ કરી રહ્યા છે. દરમિયાન, વિશ્વ બાળ દિવસના અવસર પર, ઇઝરાયેલની સેનાએ આવા 30 બાળકોની તસવીરો શેર કરી છે જેમને હમાસના આતંકવાદીઓએ બંધક બનાવ્યા છે. ઈઝરાયેલની સેનાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને બાળકોને સ્વદેશ પરત લાવવાની અપીલ કરી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને તરફથી હજારો લોકો માર્યા ગયા છે. હમાસના આતંકવાદીઓ દ્વારા બાળકોને બંધક બનાવવાની વાત ઈઝરાયેલી સેનાએ વારંવાર કરી છે. ઇઝરાયલે વિશ્વ બાળ દિવસ નિમિત્તે ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા બાળકોના ફોટા શેર કર્યા છે, જેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે શિશુઓ અને બાળકો સહિત 30 થી વધુ નિર્દોષ બાળકોને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે બંધક બાળકોને પરત લાવવા મદદરૂપ થાય. ઇઝરાયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને #WorldChildrensday પર અમે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પગલાં લેવા માટે અપીલ કરીએ છીએ. અમારા બાળકોને ઘરે લાવો!


