- 24 કલાકમાં વિવિધ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડયો
- છેલ્લા ઘણા સમયથી બપોરે ઉનાળા જેવો માહોલ તો સવારે ઠંડી
- 12 શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે
ગુજરાત શહેરમા ફરી એક વાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે,તો શહેરીજનોને બપોરના સમયે ગરમી સાથે મિશ્ર ઋતુનો પણ અહેસાસ થાય છે, તો આજના તાપમાનની વાત કરીએ તો, નલિયામાં સોથી નીચુ 9 ડિગ્રી તાપામાન નોંધાયુ છે,તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનોને થયો છે.
કયા શહેરમા કેટલુ તાપમાન
નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયુ,ડિસામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી,કંડલામાં 11 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી,રાજકોટમાં 13 ડિગ્રી, અમદાવાદ અને કેશોદમાં 14 ડિગ્રી, ,સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી,ગાંધીનગર 12.4 ડિગ્રી,નલિયા 9.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
તાપમાનમા ફેરફાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 24 કલાક દરમિયાન તાપમાનમા કોઈ ફેરફાર જોવા મળશે નહી.બપોરના સમયે તાપમાનમા વધારો થતા ગરમીનો અનુભવ થાય છે,તો રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે.


