- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ
- પીએમ મોદી વધુ એકવાર જશે સાઉથના પ્રવાસે
- 4 દિવસની મુલાકાતમાં કરશે જબરદસ્ત પ્રચાર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તડામાર પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના દિગ્ગજો ચૂંટણી મેદાને ઉતર્યા છે ત્યારે ક્યાંક રોડ શો તો ક્યાંય જન સભાઓ થઇ રહી છે. ત્યારે વાત કરીએ તો સાઉથની તો સાઉથમાં પીએમ મોદીએ એકલા હાથે જ પ્રચારનો મોરચો સંભાળી લીધો છે. તેઓ વધુ એકવાર દક્ષિણના પ્રવાસે જઇ રહ્યા છે.
પીએમ મોદી ચૂંટણીને લઇને કરશે પ્રચાર
પીએમ મોદી વધુ એકવાર તમિલનાડુની મુલાકાત લેશે. તેઓ એક બે નહી પરંતુ આ વખતે ચાર દિવસ પ્રચાર અભિયાનની કમાન સંભાળશે. તેઓ 9 અને 10 એપ્રિલ તથા 13 અને 14 એપ્રિલ એમ ચાર દિવસ રેલી અને રોડ શો કરશે.
પીએમ મોદીનો શું છે કાર્યક્રમ ?
- 9મી એપ્રિલ- વેલ્લૂર અને ચેન્નાઈ દક્ષિણમાં રોડ શો કરશે.
- 10મી એપ્રિલ- નીલગીરીમાં રોડ શો યોજશે. કોઈમ્બતુરમાં રેલી યોજશે.
- 13મી એપ્રિલ- પીએમ મોદી પેરામ્બલુર પીસીમાં રેલીમાં ભાગ લેશે.
- 14મી એપ્રિલ- વિરુધુનગરમાં રેલી યોજશે.
યુપીના કાર્યકર્તાઓને સંબોધનનો કાર્યક્રમ
મહત્વનું છે કે પીએમ મોદી આજે યુપીના ત્રીજા તબક્કામાં આવતી બેઠકોના તમામ બૂથ પર ‘નમો એપ’ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. બીજેપીએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય, વિસ્તાર અને જિલ્લાના અધિકારીઓ પણ તેમના બૂથ પર જશે અને આ નમો રેલીમાં જોડાશે. ત્રીજા તબક્કામાં ઉપરોક્ત 10 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે.


