- તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં નિર્માણાધીન ચર્ચ ધરાશાયી
- સમગ્ર ઘટનામાં એકનું મોત, અન્ય 9 ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં રવિવારે એક નિર્માણાધીન ચર્ચ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્તો પૈકી 2 શ્રમિકોની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.
મળતી માહિતી મુજબ તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં રવિવારે એક નિર્માણાધીન ચર્ચ પત્તની જેમ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય નવ ઘાયલ થયા છે. સમગ્ર ઘટના અંગે સાંગારેડ્ડીના SP રૂપેશે જણાવ્યું કે, આ ઘટના આજે બપોરના સુમારે બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘાયલોમાં એકની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં અન્ય 8 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.
તમને જણાવી દઈએ કે જ્યારે ઈમારતમાં સિલાઈનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ભયાનક દુર્ઘટના થઈ હતી અને ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી. સંગારેડ્ડી એસપી રૂપેશે જણાવ્યું હતું કે, આ બનાવ આજે બપોરના સુમારે બન્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘાયલોમાં એકની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં અન્ય આઠ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તે તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં જણાવા મળી રહ્યું છે કે મૃતક શ્રમિક મ્યાનમારનો હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે પ્રોજેક્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને કસ્ટડીમાં લીધા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.


