- વૃદ્ધનું લાકડીનો ફટકો મારી મોત નિપજાવ્યું હતું
- સંતોક અને તેના દિકરાએ લગ્નપ્રસંગમાં શનાભાઈના દિકરા વિનુભાઈ સાથે બોલાચાલી થઈ હતી
- ઈસમે શનાભાઈને માથામાં લાકડીનો એક ફટકો મારતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું
ખેડાના મહીજમાં જૂના ઘડાની અદાવતમાં બે ઈસમોએ લાકડીનો ફટકો મારી વૃદ્ધની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. જો કે ખેડા ટાઉન પોલીસે એકને સુરતથી તો બીજાને ખેડામાંથી ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. ખેડાના મહીજ ગામે ગત તા.27મી જાન્યુ.2024ના રોજ પણ સંતોક અને તેના દિકરાએ લગ્નપ્રસંગમાં શનાભાઈના દિકરા વિનુભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી તા.28મીના રોજ રાત્રીના અઢી વાગ્યાના સુમારે મહેશ રાવળ અને એક અજાણ્યા ઈસમે શનાભાઈને માથામાં લાકડીનો એક ફટકો મારતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ બાદથી બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. ખેડા ટાઉન પી.આઈ. કે.એચ.ચૌધરીએ બંનેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક મહેશ કાળુભાઈ રાવળ સુરતથી જ્યારે બીજો ભત્રીજા જમાઈ જીતેન્દ્ર ઉદાભાઈ રાવળ ખેડાથી ઝડપાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


