રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતે શહેરને વાઇબ્રન્ટ બનવવાની માત્ર વાતો કરી છે. વાસ્તવમા ચોમેર ભ્રષ્ટાચારને કારણે દોઢ ઇંચ વરસાદમાં શહેરના રસ્તાઓમાં ગાબડા પડી ગયા છે. લોટ, પાણી અને લાકડાં જેવા કામ,ડામરને બદલે માટી ભરીને કરેલાં રસ્તાની પોલ ખુલી ગઇ છે. છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું.ભાજપના નેતાઓ આ અંગે આંદોલન કરતાં નથી. કારણ કે તેમની સતા છે. અધિકારીઓ હવે તેમને ગાંઠતાં પણ નથી. આ કારણે શહેરીજનો માટે વરસદા આનંદને બદલે હાડમારીનું કારણ બને છે. કયારેક દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે.