- પતંગની દોરી બાબતે બે કોમ વચ્ચે પથ્થરમારો
- કરોલી ગામે પત્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
- ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીગરનામાં બે કોમ વચ્ચે જુથ અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સામાન્ય તકરારમાં બંને જુથો આમને-સામને આવી ગયાં. બંને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પત્થરમારો શરુ થઈ ગયો હતો.
પંગત દોરી બાબતે બબાલ થઈ
મળતી માહિતી મુજબ, ઉત્તરાયણના તહેવાર પર બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામમાં બે જુથો વચ્ચે પતંગ દોરીની બાબતે બબાબ થઈ હતી. દહેગામના કરોલી ગામે બે જુથો વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. જેને પગલે બે જુથો આમને-સામને આવી જતાં બે કોમ વચ્ચે પત્થરમારો થયો હતો.
પત્થરમારમાં બે વ્યક્તિઓને ઈજા
દહેગામાના કરોલી ગામે પતંગ દોરી બાબતે બે કોમ વચ્ચે પત્થરમારો થતાં બે વ્યક્તિઓેને ઈજા થઈ હતી. દહેગામમાં બે કોમ વચ્ચે થયેલા પત્થરમારાના સમચાર વાયુવેગે પંથકમાં પ્રસરી ગયાં હતા. ઘટનાની જાણ પોલીસના થતાં જ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી.
કરોલી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
દહેગામ પોલીસે બે કોમ વચ્ચે થયેલો પત્થરમારો બંધ કરાવ્યો હતો અને પોલીસે કરોલી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે બે કોમ વચ્ચે થયેલા પત્થરમારાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુથ અથડામણને પગલે સમગ્ર જિલ્લામાં પોલીસ એલર્ટ
ગાંધીનગરના દહેગામમાં બનેલી બે કોમ વચ્ચેની જુથ અથડામણને પગલે ગાંધીનગર એસપી દ્વારા સમગ્ર શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેની તકેદારીના ભાગરુપે જિલ્લાના દરેક પોલીસ મથકોને એલર્ટ કરી દીધા હતો.


