- પ્રોસિડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં સ્ટડી પ્રસિદ્ધ થયો
- આ ટુકડા અગાઉના સંશોધનોના અનુમાનની સરખામણીએ 100 ગણા વધારે
- એક સંશોધન અનુસાર બોતલબંધ પાણીમાં પ્લાસ્ટિકના લાખો ટુકડા કે કણ હોય છે
બોતલબંધ પાણીની ખરીદી એકદમ સરળ છે, તે આપણને ગમે તે સ્થળેથી આસાનીથી મળી જાય છે કેમ કે વિશ્વભરમાં હવે તેનું ચલણ પ્રચલિત થઈ ગયું છે. જો કે હવે એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. એક સંશોધન અનુસાર બોતલબંધ પાણીમાં પ્લાસ્ટિકના લાખો ટુકડા કે કણ હોય છે. જે પાણીને આપણે સાફ જોઈને પી લઈએ છીએ તે પાણી તમને બીમાર પાડી શકે છે. આ સંશોધન પ્રોસિડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં પ્રસિદ્ધ થયું છે. આ સંશોધન અનુસાર એક લિટર પાણીની બોતલમાં સરેરાશ લગભગ 2,40,000 પ્લાસ્ટિકના કણ હોય છે. આ ટુકડા અગાઉના સંશોધનોના અનુમાનની સરખામણીએ 100 ગણા વધારે છે. આ અગાઉના સંશોધનોમાં ફક્ત માઇક્રો પ્લાસ્ટિક અથવા એકથી 5,000 માઇક્રોમીટરની વચ્ચેની માત્રામાં પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતાં. સંશોધનમાં ત્રણ પ્રસિદ્ધ કંપનીઓના બોતલબંધ પાણીને સામેલ કરવામાં આવ્યા હતાં, જો કે આ કંપનીઓ કઈ હતી તેના નામની જાહેરાત કરવામાં આવી નથી. ખતરાનો અંદાજ એ બાબત પરથી પણ આવી શકે છે કે પ્લાસ્ટિકના આ કણ દિલ અને દિમાગમાંથી પસાર થઈને ગર્ભાશયમાં રહેલાં બાળક સુધી પણ પહોંચી શકે છે. જો કે જાણકારી મળી શકી નથી કે માનવી પર તેની શું અસર થઈ શકે છે.
નવી ટેક્નોલોજીથી અભ્યાસ કરાયો
વૈજ્ઞાનિકોને બોતલબંધ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિકની હાજરી હોવાની શંકા હતી પણ તેની ઓળખ થઈ શકતી ન હતી. હવે વૈજ્ઞાનિકોએ એક નવી ટેક્નોલોજી વિકસાવી છે તે સ્ટિમ્યૂલેટેડ રેમન સ્કેટરિંગ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને આૃર્ય ચકિત કરનારા નિષ્કર્ષ પર પહોંચ્યા હતાં. નેનો પ્લાસ્ટિક, માઇક્રોપ્લાસ્ટિક્સની તુલનાએ વધારે ખતરનાક હોય છે કેમ કે તે મનુષ્યના પાચનતંત્ર તથા ફેફસાંમાં પ્રવેશ કરી શકે છે.


